બંગાળમાં કેવી કરુણ ઘટના બની ? જુઓ
બાળકનું કેવી રીતે થયું મોત ?
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના પાંડુઆ વિસ્તારમાં સોમવારે બોમ્બ વિસ્ફોટ થયો હતો અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. . આ ઘટનામાં એક બાળકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા. બાળકો ક્રિકેટનો બોલ સમજીને બોમ્બ સાથે રમી રહ્યા હતા અને તે દરમિયાન જ વિસ્ફોટ થયો હતો. ઘાયલોમાંથી એકે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી આ જ વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા.
આ ઘટનાથી અને બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. સોમવારે પાંડુઆમાં અભિષેક બેનર્જીની રેલી હતી અને આ ભયાનક ઘટના તેમની રેલીના સ્થળથી થોડે દૂર બની હતી. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા બે બાળકોની ઓળખ રૂપમ વલ્લભ અને સૌરભ ચૌધરી તરીકે થઈ હતી. આ તમામની ઉંમર 11 થી 13 વર્ષની વચ્ચે છે. બંનેની ચુનચુરા ઈમામબારા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સોમવારે સવારે લગભગ 8:30 વાગ્યે, સ્થાનિક રહેવાસીઓએ પાંડુઆના ટિન્ના વિસ્તારમાં એક તળાવ પાસે અચાનક જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો જ્યારે લોકો તળાવના કિનારે દોડી ગયા ત્યારે તેઓએ જોયું કે ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ છે. ત્રણમાંથી બે બાળકોની હાલત ગંભીર હતી. , જ્યારે એકનું મોત થયું હતું.