તેલંગણામાં શું થઈ દુર્ઘટના ? વાંચો
તેલંગણાના મોઈનાબાદમાં ઇન્ડોર સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સ્ટેડિયમના બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું.
તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના મોઈનાબાદ ગામમાં આ ઘટના બની હતી. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન નિર્માધીણ દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સની ટીમ અને જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી કરવામાં આવી હતી. ઘટનાસ્થળના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઘટનાસ્થળે ધરાશાયી થયેલી દિવાલના કાટમાળને હટાવવાનું કામગીરી ચાલી રહી હતી. એવા અહેવાલો પણ મળ્યા છે કે, જે ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.