જીસટીએન દ્વારા શું પગલાં લેવાયા ? જુઓ
જીએસટી નેટવર્કએ કરચોરી રોકવા માટે પાન મસાલા અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદકો માટે નવું ફોર્મ રવિવારે બહાર પાડ્યું હતું. આ ફોર્મ દ્વારા, ઉત્પાદકો અધિકારીઓને કાચા માલ અને તૈયાર માલની વિગતો આપશે. આ નવું ફોર્મ જીએસટી એસ આર એમ -2 છે.
જીસટીએન દ્વારા અગાઉ આવા ઉત્પાદકોની મશીનોની નોંધણી માટે જીએસટી SRM-1 ફોર્મ જારી કર્યું હતું. 7 જૂને તેના કરદાતાઓને જાણ કરી, “ફોર્મ GST SRM-2 નામનું બીજું ફોર્મ પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે. “પાન મસાલા અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંકળાયેલા કરદાતાઓ હવે સંબંધિત મહિના માટે ખરીદેલા અને વપરાશમાં લેવાયેલા કાચા માલ અને તૈયાર માલની વિગતોની જાણ કરી શકે છે.”
મૂરે સિંઘીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રજત મોહને જણાવ્યું હતું કે, નવા ફોર્મ જીએસટી SRM-2માં કાચો માલ અને તૈયાર માલની વિગતવાર માસિક વિગતો આપવાની રહેશે. તેમણે કહ્યું કે આ ફોર્મનો હેતુ પાન મસાલા અને તમાકુ ઉત્પાદનોની ઉત્પાદન પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.
અઅ પહેલા પણ એવા અહેવાલો અપાયા હતા કે પાન મસાલા ઉત્પાદકો દ્વારા પારદર્શક રીતે કામ કરવામાં આવતું નથી. સરકાર આ વિષે પગલાં લેવા વિચારી રહી હતી.