એમપીમાં પણ શું શરૂ થયો વિવાદ ?
હાઇકોર્ટે શું આદેશ કર્યો ?
મધ્યપ્રદેશના ભોજશાળામાં પણ મંદિર અને મસ્જિદનો મુદ્દો ઊભો થયો છે અને તેને પગલે હાઇકોર્ટની ઈન્દોર બેન્ચે આ ધર્મસ્થળના વૈજ્ઞાનિક સર્વેની મંજૂરી આપી દીધી હતી. એએસ આઈ 6 સપ્તાહમાં સર્વેની કામગીરી પૂરી કરશે અને ત્યાર બાદ રિપોર્ટ કોર્ટને હવાલે કરાશે.
હાઇકોર્ટે હિન્દુ ટ્રસ્ટની અરજી પર ગત 19 મી ફેબ્રુઆરીના રોજ સુનવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. અહીં એએસઆઈ સંરક્ષિત એક સ્મારક છે જેને હિન્દુ વાગદેવી માતાનું મંદિર કહે છે અને મુસ્લિમો તેને કમાલ મૌલા મસ્જિદ કહે છે.
હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દવારા અહીં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી 2022 માં દાખલ કરી હતી. ધાર જીલલમાં ભોજશાળા ખાતે આ સ્થળ આવેલું છે.