કુવૈત ઈમારતમાં આગ બાદ PM મોદીની તાત્કાલિક કાર્યવાહી, ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રીને મોકલ્યા
- કુવૈતમાં એક ઈમારતમાં લાગેલી આગની ઘટના પર તાત્કાલિક પગલાં લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહને કુવૈત જવા માટેના નિર્દેશ આપ્યો છે. કુવૈતમાં રહેણાંક મકાનમાં આગ લાગવાને કારણે ભારતીયોમાં મોટી સંખ્યામાં મૃત્યુ અને જાનહાનિને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાને રાહત કામગીરી પર દેખરેખ રાખવા અને કુવૈત સરકાર સાથે સંકલન કરવા વિદેશ રાજ્ય મંત્રીને મોકલવાનો નિર્દેશ આપ્યો છે.