પહેલગામ હુમલા અંગે તપાસમાં શું નવો ધડાકો થયો ? જુઓ
પહેલગામ પરના આતંકી હુમલા અંગે એનઆઇએ દ્વારા તપાસ થઈ રહી છે અને રોજ નવી હકીકતો બહાર આવી રહી છે. અનેક નવી જાણકારીઓ બહાર આવી ચૂકી છે અને હવે એવું બહાર આવ્યું છે કે આ હુમલો એક ટૂલકીટના ભાગરૂપે જ કરવામાં આવ્યો છે .
આમ ભવિષ્યમાં પણ આતંકીઓ આ પ્રકારનો હુમલો કરી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે . જાણકારી એવી મળી છે હુમલા પહેલા જ ટૂલકીટ તૈયાર કરી લેવાઈ હતી. તે મુજબ જ નક્કી થયું હતું કે આતંકીઓ કેવી રીતે હુમલો કરશે .
આતંકીઓને હથિયાર ક્યાંથી મળશે અને અને કયા સ્થાન પર ક્યારે હુમલો કરવામાં આવશે તે બધુ પહેલા જ નક્કી કરી લેવાયું હતું . આ ટૂલકીટ હેઠળ એક પોલિસી નક્કી કરાઇ હતી જેને ડેડ ડ્રોપ પોલિસી કહેવામાં આવે છે .
એવું બહાર આવ્યું છે કે આ ટૂલકીટ હેઠળ એક એક ચીજ નક્કી કરાઇ હતી. હાંફીઝ સઇદના લશ્કર એ તોયબાની પેટા શાખા દ્વારા જ આ ટૂલકીટ તૈયાર કરાઇ હતી. જે મુજબ ડેડ ડ્રોપ પોલિસી નક્કી કરાઇ હતી અને હુમલા માટેની બધી રૂપરેખા નક્કી થઈ હતી.
આ એક એવું મિશન હોય છે જેમાં બધા આતંકીઓને એક સાથે જ કામ પર લગાવાય છે અને એક બીજાના પરિચયમાં તેઓ હોતા નથી. એમને એક સિક્રેટ મિશન જણાવીને મોકલી દેવાય છે. આ લોકો એકબીજાને હથિયાર પણ આપે છે .