બજેટમાં દૂધ ઉત્પાદન માટે કેવા પગલાં ?
પશુઓમાં ફેલાતા રોગ માટે શું થશે ?
દેશમાં દૂધ ઉત્પાદનની દિશામાં પણ સરકાર ગંભીરતાથી આગળ વધી રહી છે તેમ જણાવીને નિર્મલાએ કહ્યું હતું કે દેશમાં આગામી સમયમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે ખાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ખેડૂતો અને ખાસ કરીને માલધારી સમાજને વધુ મજબૂત અને સક્ષમ બનાવવામાં આવશે.
એમણે એમ કહ્યું હતું કે ભારત અત્યારના સમયમાં દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે પણ હજુ દૂધારુ પશુઓની સંખ્યા ઘણી ઓછી દેખાઈ રહી છે. હવે સરકાર આ ખામીને દૂર કરવા માટે ડેરી કિસાનોની સહાયતા કરવા માટે ખાસ કાર્યક્રમ તૈયાર કરશે અને જુલાઇના બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
એજ રીતે પશુઓમાં વારંવાર અલગ અલગ પ્રકારના રોગ ફેલાઈ જાય છે અને તેને કારણે પણ દૂધના ઉત્પાદનમાં અવરોધ આવે છે. પશુઓના રોગને નિયંત્રિત કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.