કોમેડિયન કુણાલ કામરાને કેવી ધમકીઓ મળી રહી છે ? વાંચો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની મજાક ઉડાવ્યા બાદ, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શિવસેના પ્રમુખ પર ગીત બનાવીને તેમને દેશદ્રોહી ગણાવ્યા બાદ, મુંબઈ પોલીસ કુણાલ પર પકડ કડક કરી રહી છે. બીજી તરફ, તેને હવે જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કુણાલને અત્યાર સુધીમાં શિવસૈનિકો તરફથી ઓછામાં ઓછા 500 ફોન કોલ્સ આવ્યા છે. આ ફોન કોલ્સમાં કુણાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે અને તેના નાના ટુકડા કરવાની વાત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, મુંબઈ પોલીસે કુણાલ કામરાને નોટિસ મોકલીને તેમની સામે નોંધાયેલા કેસમાં તપાસમાં જોડાવા માટે કહ્યું છે. કુણાલે પોલીસ પાસે સમય માંગ્યો છે. કામરાને પોલીસે બીજીવાર સમન્સ પાઠવ્યું છે . જો કે ધમકીઓ સામે હજુ સુધી કામરાએ પોલીસ રક્ષણ માંગ્યું નથી.