વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ માટેની ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના શું છે ?? જાણો વિગતવાર
ભારત સરકારે દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસાધનો સુલભ બનાવવા માટે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS)’ યોજના નામની નવી પહેલ શરૂ કરી છે.
ONOS યોજનાની મુખ્ય વિશેષતાઓ:
૧. દેશવ્યાપી સામયિકોની ઍક્સેસ:
- આ યોજના તમામ સરકારી યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન સંસ્થાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન લેખો અને શૈક્ષણિક જર્નલોની ઍક્સેસ પ્રદાન કરે છે.
- “વન નેશન વન સબસ્ક્રિપ્શન” નામનું એક સંકલિત ઓનલાઈન પોર્ટલ આ સંસાધનોના સીમલેસ એક્સેસની મંજૂરી આપશે.
૨. બજેટ ફાળવણી:
- સરકારે વર્ષ 2025, 2026 અને 2027ને આવરી લેતા પ્રોજેક્ટ માટે ₹6,000 કરોડ ફાળવ્યા છે.
૩. કોને ફાયદો થશે?
- યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન અને આર એન્ડ ડી લેબોરેટરી સહિત 6,300 થી વધુ સંસ્થાઓને આ યોજનાનો લાભ મળશે.
- 1.8 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને નાના શહેરો અને નગરોમાં પણ વૈશ્વિક સંશોધનનો ઍક્સેસ મળશે.
ONOS શા માટે મહત્વપૂર્ણ છે?
- જ્ઞાનનું લોકશાહીકરણ:
આ યોજના સંશોધન સામગ્રીને એટલે જે રીસર્ચ મટીરીયલને છેવાડાના વિદ્યાર્થી કે શિક્ષક સુધી સરળ રીતે પહોંચાડે છે. આવું હજુ સુધી એટલે શક્ય બન્યું ન હતું કે તેનો ખર્ચો ઘણો વધુ હતો અને બધી સંસ્થાઓને તે પરવડે એમ હતું નહિ.
- રીસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરવા:
30 અગ્રણી પ્રકાશકો પાસેથી 13,000 થી વધુ ઈ-જર્નલ્સની ઍક્સેસ બધા માટે ઓપન કરીને આ પહેલનો હેતુ ભારતમાં સંશોધનની ગુણવત્તાને વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 વિઝન:
આ યોજના NEP 2020 ને અનુરૂપ છે, જે શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રગતિના મુખ્ય એન્જીન તરીકે સંશોધનને પ્રાથમિકતા આપે છે.
આ યોજનાની પ્રક્રિયા
- સંકલિત પ્લેટફોર્મ:
સંસ્થાઓ એલ્સેવિયર, સ્પ્રિંગર નેચર, વિલી અને અન્ય જેવા ટોચના પ્રકાશકોના જર્નલ્સને ઍક્સેસ કરવા માટે એક જ પોર્ટલમાં લૉગ ઇન કરી શકે છે.
- રાજ્યોનું સમર્થન:
વિદ્યાર્થીઓ અને સંશોધકોને આ સંસાધનનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરવા માટે રાજ્ય સરકારો જાગૃતિ અભિયાન ચલાવશે.
- મોનીટરીંગ વપરાશ:
રિસર્ચ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF) એ ટ્રૅક કરશે કે સંસાધનોનો કેટલો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને ભારતીય સંશોધકો દ્વારા બહાર પાડવામાં આવતા પ્રકાશનોનું મૂલ્યાંકન કરશે.
વર્તમાનના પડકારો:
હાલમાં, વિવિધ સંસ્થાઓ અને મંત્રાલયો સ્વતંત્ર રીતે જર્નલ્સને સબ્સ્ક્રાઇબ કરે છે, તેને કારણે ખર્ચો વધે છે અને બધા અભ્યાસીઓને લાભ મળતો નથી. ONOS યોજના એક જ રાષ્ટ્રીય યોજના હેઠળ સભ્યપદને એકીકૃત કરીને આને સરળ બનાવે છે.
ક્યારથી શરુ થશે?
ONOS પ્લેટફોર્મ 1 જાન્યુઆરી, 2025 થી કાર્યરત થશે. આ પહેલ વિદ્યાર્થીઓ અને સંશોધકોને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોનું સરળ ઍક્સેસ સુનિશ્ચિત કરીને વૈશ્વિક સંશોધન સમુદાયમાં ભારતને આગળ લઇ જશે. આ પ્લેટફોર્મને કારણે નાણાકીય અને લોજિસ્ટિકલ અવરોધો પણ દુર થશે તથા હાઈ-ટેક એવા અદ્યતન સંશોધનમાં વધુ મદદરૂપ થશે. આપણા વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો, ભારતની પ્રગતિ માટે સંશોધન અને ઇનોવેશન જરૂરી છે. ONOS યોજના આ લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને સરકારી સંસ્થાઓમાં.