પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં શું કરાવી રહ્યું છે ? શા માટે ?
જમ્મુ કાશ્મીરમાં ઘણા સમયથી આતંકી હુમલા વધી ગયા છે અને જવાનો એમને મારી રહ્યા છે. જમ્મુમાં પણ ઘૂસણખોરી વધી ગઈ છે અને ચારેકોર જવાનો 24 કલાક એમનાં પ્રયાસો નિષ્ફળ બનાવી રહ્યા છે ત્યારે ગુપ્તચરો દ્વારા એવી માહિતી અપાઈ છે કે આતંકી સંગઠનો જૈશ અને લશ્કર એ તોઈબા અલગ અલગ ફ્રન્ટ પરથી ભારત પર હુમલા કરી રહ્યા છે.
આતંકી સંગઠનોને પાકિસ્તાનનો જ દોરીસંચાર છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકી જૂથોના માસ્ટરમાઈન્ડ જમ્મુ કાશ્મીરમાં હુમલા કરાવી રહ્યા છે. ખોટા નામ ધારણ કરીને એવું બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે હુમલાઓ પાછળ સ્થાનિક આતંકીઓનો હાથ છે.
ચુંટણી પહેલા હિંસાનો પ્લાન
પાકિસ્તાન હતાશામાં છે અને કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણી થાય તે પહેલા માહોલ બગાડવા માંગે છે. આ માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હુમલા કરાવાઈ રહ્યા છે. આઈએસઆઈ અને આતંકી સંગઠનો એમ માને છે કે લોકસભાની જેમ રાજ્યમાં પણ શાંતિથી મતદાન થઈ જશે તો પ્લાન ફેલ થઈ જશે.
ખરાબ હવામાનનો સહારો
દરમિયાનમાં રાજ્યમાં હવામાનને લીધે પણ આતંકીઓને સરળતા થઈ રહી છે. ભારે ધૂંધ અને વરસાદ તથા ભુપ્રપાત થઈ રહ્યા છે ત્યારે તેના સહારે આતંકીઓ ઘૂસી જાય છે. અલગ અલગ ફ્રન્ટ પરથી હુમલા થઈ રહ્યા છે. 2024 માં અત્યાર સુધી સેના પર 6 હુમલા થઈ ચૂક્યા છે.
સરકારે વધુ જવાનો મોકલ્યા
આતંકીઓના હુમલા રાજ્યમાં અલગ અલગ સ્થળે વધી ગયા બાદ અને કેટલાક જવાનો શહીદ થયા બાદ સરકારે એટલે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વધારાના જવાનો કાશ્મીર મોકલ્યા હતા અને ચારેકોર જવાનો ગોઠવાયેલા છે.
