દિલ્હીમાં મહિલા સમ્માન યોજના અંગે શું થયું ? કોણે તપાસનો આદેશ આપ્યો ? વાંચો
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ શનિવારે અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો હતો. . તેમણે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને પત્ર લખીને આમ આદમી પાર્ટીના મહિલા સન્માન યોજના હેઠળ રૂ. 2,100 આપવાના ચૂંટણી વચન, કોંગ્રેસના ઉમેદવારોના નિવાસસ્થાન નજીક પંજાબના ગુપ્તચર અધિકારીઓની હાજરી અને રોકડની કથિત હિલચાલની તપાસનો આદેશ આપ્યો હતો.
કોંગ્રેસના સંદીપ દીક્ષિતની ફરિયાદ બાદ આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. તપાસના આદેશથી નારાજ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતીય જનતા પાર્ટી અને એલજી પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીની મહિલાઓને કથિત રીતે સંબોધતા તેમણે કહ્યું- આ લોકો તમારી યોજના શરૂ થાય તે પહેલા જ ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે.
ત્રણ દિવસમાં પોલીસે તપાસનો અહેવાલ આપવાનો રહેશે તેવી સૂચના પણ એલજી દ્વારા આપવામાં આવી હતી. આમ દિલ્હીની ચુંટણી નવા નવા ખેલ બતાવી રહી છે.

કેજરીએ કહ્યું, ભાજપ ડરી ગયો છે; યોજનાઓ બંધ કરવા કાવતરું કરે છે
કેજરીવાલે મીડિયા સમક્ષ કહ્યું, હતું કે ‘જો અમારી સરકાર બનશે તો અમે બે યોજનાઓ લાગુ કરીશું. મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના. અમે રજિસ્ટ્રેશન શરૂ કર્યું કે તરત જ લાંબી કતાર ઊભી થઈ. લાખો લોકોએ તેની નોંધણી કરાવી. ભાજપ ડરી ગયો અને ગભરાઈ ગયો.
ઘણા લોકોએ કહ્યું કે એવું લાગે છે કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. જ્યારે ભાજપે યોજનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો. ઘણી જગ્યાએ છાવણીઓને ઉખેડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે તેમણે તપાસનો આદેશ આપ્યો હતો. શું તપાસ થશે? ભાજપ યોજનાઓ બંધ કરાવવા કાવતરા કરે છે.
