દિલ્હીમાં શું બની દુર્ઘટના ? જુઓ
કેટલા બાળકોના મોત થયા ?
રાજકોટમાં શનિવારે ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી ત્યારે જ દિલ્હીની વિવેક વિહાર વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે લાગેલી મોટી આગમાં 7 નવજાત બાળકોના દર્દનાક મોત થયા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ અકસ્માતમાં 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 ના મોત થયા હતા. તે જ સમયે, 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને એક વેન્ટિલેટર પર છે.
ફાયર વિભાગે પોતે માહિતી આપી હતી કે શનિવારે રાત્રે 11.32 વાગ્યે, પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં આગની જાણ થઈ હતી, ત્યારબાદ 9 ફાયર બ્રિગેડને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 12 નવજાત શિશુઓને ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન 7 ના મોત થયા હતા. એક બાળક સહિત વધુ છ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બેબીકેર સેન્ટરની નીચે ઑક્સીજન સિલીંદરોની ગેરકાયદે રીફિલિંગ થઈ રહી હતી.
સતત ધડાકાના અવાજ, ચીસાચીસ થઈ
આગ લાગી ત્યારે સતત જોરદાર ધડાકાના અવાજ સાંભલાઈ રહ્યા હતા. આસપાસના લોકો ચીસાચીસ કરી રહ્યા હતા. ફાયર વિભાગના સૂત્રોએ મીડિયાને એવી માહિતી આપી હતી કે દ્રશ્ય ખોફનાક હતું. જોતજોતામાં આગ ભયાનાક બની ગઈ હતી. આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા
સિલિન્ડરની ગેરકાયદે રીફિલિંગ થતી હતી
દરમિયાનમાં તપાસમાં એવું બહાર આવ્યું હતું કે બેબી કેર સેન્ટરની બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં ઑક્સીજન સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. અહીં ગેરકાયદેસર ઑક્સીજન સિલિન્ડરનું રીફિલિંગ ચાલતું હતું. હવે એવો સવાલ થઈ રહ્યો છે કે આ પ્રવૃતિ કોણ ઇશારે થઈ રહી હતી. આ ઘટના માટે જવાબદાર કોણ છે ?
સિલીંનડરો 50 ફૂટ દૂર પછડાયા
આ સમગ્ર ઘટના અંગે નજરે જોનારા લોકોએ એવી માહિતી આપી હતી કે આગ લાગી ત્યારે ઑક્સીજન સિલીંદરો બોમ્બની જેમ ફાટ્યા હતા અને 50 ફૂટ દૂર સુધી જઈને પછડાયા હતા. આ ઘટના એટલી ભયાનાક હટી કે લોકો રડવા લાગ્યા હતા. સિલીંદરો ઊડતાં અને ધડાકાણા અવાજ આવતા સમગ્ર વિસ્તારમાં ખોફ ફેલાઈ ગયો હતો.