દિલ્હીમાં મંદિરો પર બુલડોઝર અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? જુઓ
દિલ્હીમાં મયૂર વિહાર ફેઝ 2 માં સ્થિત ત્રણ મંદિરો પર બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈનકાર કરી દીધો હતો. દેશની સર્વોચ્ચ કોર્ટે રોક લગાવનારી અરજીને ફગાવતાં અરજીકર્તાઓને દિલ્હી હાઈકોર્ટ જવા માટે કહ્યું હતું. મયૂર વિહાર ફેઝ-2 માં સ્થિત ત્રણ મંદિરો પર ડીડીએ કાર્યવાહી કરવા પહોંચ્યું હતું. દિલ્હી તંત્રનો પંજો (બુલડોઝર) જોઈ ત્યાં રહેતાં સ્થાનિક લોકોએ હોબાળો અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું, જે બાદ કાર્યવાહીને રોકવી પડી હતી.
મયૂર વિહાર ફેઝ 2 માં ત્રણ મંદિર છે. પૂર્વ દિલ્હી કાળી બાડી સમિતિ, શ્રી અમરનાથ મંદિર સંસ્થા અને શ્રી બદ્રીનાથ મંદિર. આ ત્રણેય મંદિરોની સમિતિઓએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની 19 માર્ચ 2025એ અપાયેલી વિધ્વંસ નોટિસને પડકાર આપ્યો હતો.
વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ બુધવારે રાત્રે 9 વાગે જાહેર નોટિસ લગાવી અને જણાવ્યું કે મંદિરોને 20 માર્ચ 2025એ સવારે 4 વાગે ધ્વસ્ત કરી દેવામાં આવશે.
વકીલ વિષ્ણુ શંકર જૈને અરજીમાં કહ્યું કે ‘ડીડીએ કે કોઈ ધાર્મિક સમિતિની કોઈ પણ ઓથોરિટી દ્વારા મંદિરોને સુનાવણીની કોઈ તક આપવામાં આવશે નહીં. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મંદિર 35 વર્ષ જૂનું છે અને ડીડીએએ પોતે કાલી બાડી સમિતિ મંદિરને મંદિરની સામે મેદાનમાં દુર્ગા પૂજા કરવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે મંદિરોની અરજી પર વિચાર કરવાથી ઈનકાર કરી દીધો અને તેમને દિલ્હી હાઈકોર્ટ જવા માટે કહ્યું હતું.