એલન મસ્કને વળી શું સુરાતન ચડ્યું ? શું ખરીદી લેવાની ઓફર કરી ? વાંચો
એલન મસ્કે ઓપન એઆઈ ૯.૭૪ અબજ ડોલરમાં ખરીદવાની ઓફર કરી
સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈ ખરીદવા માટે 97.4 અરબ ડોલરની ઓફર કરી હતી, પરંતુ કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેને તેને નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મારી કંપની વેચાણ માટે નથી, પરંતુ જો એલન મસ્ક ઈચ્છે તો હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ને 9.74 અરબ ડોલરમાં ખરીદવા તૈયાર છું.’ નોંધનીય છે કે, મસ્ક અને ઓલ્ટમેન વચ્ચે લાંબા સમયથી ટેન્શન ચાલી રહ્યું છે .

મસ્કની એઆઈ કંપની xએઆઈ અને અન્ય રોકાણ કંપનીઓનું આ જૂથ ઓપન એઆઈ પર નિયંત્રણ મેળવવા માંગે છે. મસ્કના વકીલ માર્ક ટોબેરોફના જણાવ્યાનુસાર, ‘અમારો ધ્યેય ઓપનએઆઈને તેના પ્રારંભિક મિશનમાં પરત કરવાનો છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં નફો કમાવવાને બદલે સંશોધન અને વિકાસ પર કેન્દ્રિત હતું.’ આ પ્રસ્તાવથી ઓપનએઆઈ અને મસ્ક વચ્ચેનો કાનૂની સંઘર્ષ વધુ તીવ્ર થવાની શક્યતા છે.
મસ્ક અને તેમની કંપની xAએઆઈ સાથે બિડને સમર્થન આપનારાઓમાં બેરોન કેપિટલ ગ્રૂપ, વેલોર મેનેજમેન્ટ, એટ્રેડ્સ મેનેજમેન્ટ, વિવાય ફંડ, એમેન્યુઅલ કેપિટલ મેનેજમેન્ટ અને એઈટ પાર્ટનર્સનો સમાવેશ થાય છે.
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એલન મસ્કના સોશિયલ પ્લેટફોર્મ એક્સ પરના સોદાને તાત્કાલિક રદ કર્યો હતો અને મસ્કને જવાબ આપતાં તેમણે લખ્યુંકે, ‘ના આભાર, પણ જો તમે ઈચ્છો તો, અમે Xને 9.74 અરબ ડોલર ખરીદી શકીએ છીએ.