મન કી બાતમાં મોદીએ શું જાહેરાત કરી ? જુઓ
વડાપ્રધાન મોદીએ રવિવારે 110મી વખત રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર પણ હતો. એમણે કહ્યું હતું કે આગામી 3 માસ સુધી આ કાર્યક્રમ પ્રસારિત થશે નહીં. ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઘણી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે, જેનાથી લોકો સીધી રીતે સરકાર સાથે જોડાણ અનુભવે છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મહિલા શક્તિના મહત્વનો ઉલ્લેખ કરીને નમો ડ્રોન દીદી સાથે વાત કરી. આ ઉપરાંત અનેક મુદ્દા પર વાત કરી હતી.
સાથોસાથ એમણે લોકોને એવી માહિતી પણ આપી હતી કે લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે તેના કારણે આગામી 3 માસ સુધી મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થઈ શકશે નહીં.
પોતાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે ‘આ 110મો એપિસોડ છે અને શક્ય છે કે માર્ચમાં દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ જાય.’ છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન પણ મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ થોડા મહિનાઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘જ્યારે આપણે આગળ મળીશું ત્યારે તે 111મો એપિસોડ હશે અને આ એક શુભ નંબર છે અને આગળ આ નંબરથી શરૂઆત કરતાં વધુ સારું શું હોઈ શકે.’