ઘઉ અંગે સરકારે શું લીધો નિર્ણય ? જુઓ
કેન્દ્ર સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદવાની સોમવારે જાહેરાત કરી હતી. ઘઉં અને લોટની વધતી કિંમતો પર બ્રેક લગાવવા માટે કેન્દ્ર સરકાર લોટ મિલ માલિકો, પ્રોસેસિંગ યુનિટ્સ અને મોટા વેપારીઓ માટે સ્ટોક લિમિટ લગાવે છે. આ ઘઉં અને લોટના સંગ્રહને રોકવામાં મદદ કરે છે. સરકારનું કહેવું છે કે ઘઉં પર આયાત ડ્યૂટી ઘટાડવાનો વિકલ્પ ખુલ્લો છે. દેશમાં ઘઉંની કોઈ અછત નથી.
સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદી છે. જથ્થાબંધ વેપારીઓ માટે 3,000 ટનની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. રિટેલરો માટે 10 ટનની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.
ઘઉંની સ્ટોક મર્યાદા 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે. સરકારનું કહેવું છે કે દેશમાં ઘઉંની કોઈ અછત નથી.
ભાવ સ્થિર રખાશે
સરકાર ખાદ્ય પદાર્થોના ભાવ સ્થિર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કઠોળ અંગે તમામ રાજ્યો સાથે બેઠક યોજી, ખરીફ પાકમાંથી સારા ઉત્પાદનની અપેક્ષા છે.
જરૂર પડશે ત્યારે જ વિદેશથી ઘઉંની ખરીદી કરશે – ખાદ્ય સચિવનું કહેવું છે કે ઘઉં પર આયાત ડ્યૂટી ઘટાડવાનો વિકલ્પ ખુલ્લો છે.
ઘઉનું ખુલ્લા બજારમાં વેચાણ
ઘઉંના ભાવને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર પણ ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારે આપેલી સૂચનાઓ મુજબ મંત્રીઓ કામે લાગી ગયા છે.
સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એફસીઆઈ દ્વારા ઈ-ઓક્શન દ્વારા 101.5 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચાણ માટે 2,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રાહત દરે રજૂ કર્યા હતા.
તેમાંથી અત્યાર સુધીમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ પ્રોસેસર્સ એટલે કે લોટ મિલોને 80.04 લાખ ટન ઘઉંનું વેચાણ કરવામાં આવ્યું છે. લોકોમાં ભારે દેકારો બોલી ગયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ હતી.