ગૌતમ અદાણી અને ભત્રીજા સાગર સામે કેવા પગલાં લેવાયા ? જુઓ
અદાણી જુથના ગૌતમ અદાણી અને એમના ભત્રીજા સાગર અદાણીની મુશ્કેલી વધી શકે છે. વીજળી ખરીદવા માટે લાંચ આપવા અંગેના કેસમાં અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશન દ્વારા શનિવારે બંનેને સમન્સ પાઠવાયું હતું. આ મામલો હવે વધુ ગરમ બની રહ્યો છે.
અમેરિકાના કમિશને ગૌતમ અને સાગર અદાણીને જવાબ આપવા માટે 21 દિવસનો સમય આપ્યો છે. આ પહેલા એસઇસી દ્વારા મુકાયેલા આરોપ મુજબ ગૌતમ અદાણી જુથ દ્વારા સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે રૂપિયા 2,200 કરોડની લાંચ અપાઈ હતી.
શનિવારે બહાર આવેલા અહેવાલો મુજબ અમેરિકી કમિશન દ્વારા ગૌતમ અદાણીના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને સમન્સ પાઠવાયું હતું. એ જ રીતે એમના ભત્રીજા સાગર અદાણીને અમદાવાદના બોડકદેવ ખાતેના ઘરે સમન્સ પાઠવાયું હતું. બંનેને જવાબ આપવા માટે 21 દિવસનો સમય અપાયો છે.
સાથોસાથ સમન્સ સાથે એવી ચેતવણી પણ અપાઈ છે કે જો જવાબ દેવામાં અદાણી કાકા ભત્રીજા વિફળ રહેશે તો ફરિયાદમાં મંગાયેલી રાહત માટે એમની વિરુધ્ધ ડિફોલ્ટ રૂપથી નિર્ણય દાખલ કરી લેવાશે. ત્યારબાદ એમણે પોતાનો જવાબ અથવા પ્રસ્તાવ પણ કોર્ટમાં દાખલ કરવાનું રહેશે.