પાકના સંરક્ષણ મંત્રી વિરુધ્ધ ભારતે શું કીધા પગલાં ? શું કર્યું ? જુઓ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન, ભારતે હવે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરતા તેના X એકાઉન્ટને બ્લોક કરી દીધું છે. આ મંત્રી વારંવાર ભારત વિરોધી નિવેદનો કરી રહ્યા છે .
ખ્વાજા આસિફે અગાઉ કહ્યું હતું કે, ‘પાકિસ્તાન હાઇ એલર્ટ છે અને અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે.’ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ‘જો પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ લઈને ખતરો અનુભવાશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.’ તેમના નિવેદન બાદ ભારત સરકારે આ પગલું ભર્યું છે.
ભારતે જમ્મુ અને કાશ્મીર પર ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાવવા તેમજ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. આ કાર્યવાહી જરૂરી હતી. ભારત હવે પાક સામે આકરા પગલાં લઈ રહ્યું છે . પાકના આ મંત્રી વારંવાર હુમલા બાદ ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે અને આતંકીઓનો બચાવ પણ કરે છે .