આજે ઝારખંડની 43 બેઠક માટે મતદાન
પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન સહિત ૬૧૩ ઉમેદવારો મેદાનમાં
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે બુધવારે (13 નવેમ્બર) પ્રથમ રાઉન્ડમાં 15 જિલ્લાની 43 બેઠકો માટે મતદાન થશે. આ સાથે જ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા તમામ 613 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં છે. આ પછી, પલામુ, પશ્ચિમ સિંઘભૂમ અને રાંચી જિલ્લામાં દરેક પાંચ વિધાનસભા બેઠકો છે, જ્યાં બુધવારે મતદાન છે. એન.ડી.એ. અને ઈન્ડિયા ગઠબંધનના વિવિધ સ્ટાર રાજકીય પ્રચારકો મેદાનમાં ઉતર્યા હતા અને મતદારોને પોતાની તરફેણમાં લાવવા માટે આક્રમક પ્રચાર કર્યો હતી.
ઝારખંડની ચૂંટણીના પ્રથમ તબક્કાની લોકપ્રિય બેઠકોમાં સરાયકેલા, રાંચી, જમશેદપુર પશ્ચિમ, જગન્નાથપુર અને જમશેદપુર પૂર્વનો સમાવેશ થાય છે. ખાસ ચહેરાઓની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરાઈકેલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઓગસ્ટમાં ઝારખંડ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. જમશેદપુર પશ્ચિમમાં કોંગ્રેસના સ્વાસ્થ્યમંત્રી બન્ના ગુપ્તા જેડીયુ નેતા સરયૂ રોયનો સામનો કરી રહ્યા છે. જમશેદપુર પૂર્વમાં કોંગ્રેસના અજોય કુમાર પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસના પુત્રવધૂ પૂર્ણિમા દાસ સામે ભાજપના ઉમેદવાર છે.
જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની પત્ની અને ભાજપના ઉમેદવાર ગીતા કોડાનો મુકાબલો કોંગ્રેસ નેતા સોના રામ સિંકુ સાથે થશે. તે જ સમયે, રાંચી સીટ પર 1996થી ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદેશ્વર પ્રસાદ સિંહ (સીપી સિંહ) ઝારખંડ મુક્તિ મોરચાના વર્તમાન રાજ્યસભા સાંસદ મહુઆ માજીનો સામનો કરી રહ્યા છે.
મતદાન પૂર્વે ઇડી એક્શનમાં, 17 સ્થળોએ દરોડા
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્વે ઇડી એકશનમાં આવી મંગળવારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળોએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં દરોડા પાડયા હતા. આ કેસ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ ઇડીના ઝારખંડના અધિકારી બંને પાડોશી રાજ્યમાં કુલ 17 સ્થાનો પર દરોડા પાડીને તપાસ કરવામાં આવી છે.