Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ સેમ કોન્સ્ટાસને ધક્કો માર્યાનો મામલો : ICCએ 5 કલાકની અંદર જ કોહલીને ફટકારી સજા

Thu, December 26 2024


ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી તેના આક્રમક સ્વભાવ માટે જાણીતો છે અને આજે ફરી કોહલીના આ સ્વભાવનો બધાને પરિચય મળ્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં વ્યસ્ત છે. ત્યારે આજે ટેસ્ટના પ્રારંભે કોહલીએ પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો અને ઓસ્ટ્રેલિયાના 19 વર્ષીય બેટર અને ડેબ્યૂટન્ટ સેમ કોન્સ્ટાસને ધક્કો માર્યો હતો. ત્યારે ICCએ કોહલીને સજા ફટકારી છે. ICCએ 5 કલાકમાં જ વિરાટ કોહલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને મેચ ફીના 20% દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 10મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી અને છેલ્લા બોલ પર એક રન આવ્યો હતો. આ પછી, કોન્સ્ટાસ બીજી બાજુ જઈ રહ્યો હતો ત્યારે સામેથી વિરાટ કોહલી સામે આવી ગયો હતો અને યુવા ખેલાડીને ધક્કો મારી દીધો હતો. જવાબમાં કોન્સ્ટાસે કોહલીને કંઈક કહ્યું અને કોહલીએ પણ તેને કાંઇક જવાબ આપ્યો..બંને વચ્ચે ચર્ચા વધુ આગળ વધે તે પહેલાં ઉસ્માન ખ્વાજા અને ઓન-ફીલ્ડ અમ્પાયર માઈકલ ગોફે મામલો શાંત પાડ્યો હતો.

"Have a look where Virat walks. Virat's walked one whole pitch over to his right and instigated that confrontation. No doubt in my mind whatsoever."

– Ricky Ponting #AUSvIND pic.twitter.com/zm4rjG4X9A

— 7Cricket (@7Cricket) December 26, 2024

કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો !

એટલે કે આ નિર્ણયને કારણે વિરાટ કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો. ICC એ લગભગ પાંચ કલાકમાં કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેના કારણે ચાહકો આશ્ચર્યચકિત છે. ICCએ આ નિર્ણય ટેસ્ટ મેચના પહેલા જ દિવસે આપ્યો છે. મોટા ભાગના કિસ્સાઓમાં, ખેલાડી સામેની કાર્યવાહી ટેસ્ટ મેચની સમાપ્તિ પછી જાહેર કરવામાં આવે છે. વિરાટ-કોન્સ્ટસ કેસમાં આ નિર્ણય દુર્લભ ગણી શકાય.

વિરાટ કોહલીને ICC આચાર સંહિતા (CoC)ની કલમ 2.12 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ અંતર્ગત ક્રિકેટમાં કોઈપણ પ્રકારના અયોગ્ય શારીરિક સંપર્ક પર પ્રતિબંધ છે. જો કોઈ ખેલાડી ઈરાદાપૂર્વક/બેદરકારીપૂર્વક અન્ય ખેલાડી અથવા અમ્પાયર સાથે અથવા ખભા સાથે અથડાય છે, તો તેને દંડ અથવા સસ્પેન્ડ થઈ શકે છે.

વિરાટ કોહલીને 2019 પછી પહેલીવાર ડીમેરિટ પોઈન્ટ મળ્યા

વિરાટ કોહલીને 2019 પછી પહેલીવાર કોઈ ડીમેરિટ પોઈન્ટ મળ્યા છે. ડીમેરિટ પોઈન્ટ્સ ખેલાડીના રેકોર્ડ પર બે વર્ષ સુધી રહે છે. 19 વર્ષીય કોન્સ્ટાસે પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમીને બેટથી પ્રભાવિત કર્યા હતા. કોસ્ટાસે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 65 બોલમાં 60 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

પોન્ટિંગ-શાસ્ત્રી કોહલીથી નારાજ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિરાટ કોહલી પર સવાલ ઉઠાવ્યા હતા. પોન્ટિંગે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, ‘મને કોઈ શંકા નથી કે અમ્પાયર અને રેફરી આના પર ચાંપતી નજર રાખશે. તે સમયે ફિલ્ડરોએ બેટ્સમેનની નજીક ન હોવું જોઈએ. મેદાન પર હાજર દરેક ફિલ્ડર જાણે છે કે બેટ્સમેન ક્યાં ભેગા થશે અને એકસાથે મળશે. મને એવું લાગતું હતું કે કોન્સ્ટાસે લાંબા સમય સુધી જોયું અને તેને ખ્યાલ પણ ન આવ્યો કે તેની સામે કોઈ છે. કોહલીએ કદાચ કેટલાક સવાલોના જવાબ આપવા પડશે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ કોહલીના આ પગલાને યોગ્ય ન માન્યું અને કહ્યું કે તે બિનજરૂરી છે. શાસ્ત્રીએ કહ્યું, ‘એક મર્યાદા છે અને તમે તે મર્યાદાને ઓળંગવા માંગતા નથી.’

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વર્ષે માર્ચમાં તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની મેચ ફી વધારવાની જાહેરાત કરી હતી. સિઝનની 75% મેચો રમનારા ખેલાડીઓને એક ટેસ્ટ રમવા માટે 45 લાખ રૂપિયા મળશે, જ્યારે 50% થી 74% મેચ રમનારા ખેલાડીઓને 30 લાખ રૂપિયા મળશે. આ મેચ ફી કેન્દ્રીય કરાર ઉપરાંત આપવામાં આવશે.

MCG ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

MCG ટેસ્ટ માટે ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

  • 22-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
  • 6-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત)
  • 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ડ્રો)
  • 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન (ચાલુ)
  • 03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની

Share Article

Other Articles

Previous

“કટ્ટરપંથી ડાબેરી પાગલોને મેરી ક્રિસમસ કેનેડાના ગવર્નર ટુડોને પણ મેરી ક્રિસ્મસ”

Next

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ : ક્રિસમસની રાત્રે જ 19 ખ્રિસ્તીઓના મકાનને આગ ચાંપી દીધી, 17 બળીને ખાક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
21 મિનિટutes પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
56 મિનિટutes પહેલા
રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
1 કલાક પહેલા
રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2278 Posts

Related Posts

યુપીમાં સપાએ કોંગ્રેસને શું કરી ઓફર ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આજે કૃષિ અર્થશાસ્ત્રીઓના 32 મા સંમેલનનું કરશે ઉદ્ઘાટન, 65 વર્ષ બાદ દેશમાં આયોજન
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટ : લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવાના નામે ચાલતી ધતિંગલીલાનો પર્દાફાશ, જુગારીભૂવાને વિજ્ઞાન જાથાએ પકડી પાડ્યો
ગુજરાત
4 મહિના પહેલા
વિદેશી રોકાણકારોએ શેર બજારમાં કેટલા નાણાં ઠાલવ્યા ? વાંચો
બિઝનેસ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર