ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કૂલ વાન પલટી : 6 વિદ્યાર્થીઓને ઇજા
સુરતના કીમ ઓલપાડમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વાનમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે શાળાએ જતાં સમયે ઇકો કારનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. કાર પલટી જવાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ, મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિકો લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગી થયું હતું અને વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી. ત્યારે કીમ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી. પોલીસે આ મામલે CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.