ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
રશિયા પાસેથી ઓઇલ ખરીદનાર દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી અને સાથે જ રશિયન ઓઇલ પર મળતા ડિસ્કાઉન્ટમાં થયેલા ઘટાડાને કારણે ભારતે રશિયન ઓઇલની ખરીદી બંધ કરી દીધી છે. વિકલ્પરૂપે, ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ખાડીના દેશો તરફ નજર દોડાવી છે. નોંધનીય છે કે ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે રશિયન ઓઇલ ખરીદવા બદલ વધારાનો દંડ ફટકારવાની પણ ધમકી આપી હતી.
આ પણ વાંચો : Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
ટ્રમ્પના ટેરિફ અને ધમકીની અસર હવે જમીન પર દેખાવા લાગી છે. ભારત, જે વિશ્વનું ત્રીજું સૌથી મોટું તેલ આયાતકાર અને રશિયન ક્રૂડનું સૌથી મોટું ખરીદદાર છે, તેણે ગત સપ્તાહથી રશિયન ઓઇલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતની રાજ્ય સંચાલિત રિફાઇનરીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)એ રશિયન ક્રૂડ ખરીદવાનું ટાળ્યું છે. આ નિર્ણય રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષે ભારત અને રશિયા વચ્ચેના ઊર્જા સંબંધોમાં મોટો ફેરફાર દર્શાવે છે.
આ પણ વાંચો : રાજકોટમાં IPOમાં રોકાણના નામે છેતરપિંડી : ઊંચુ વળતર આપવાની લાલચ આપી વધુ એક વૃદ્ધને ‘શિકાર’ બનાવ્યા
ઉલ્લેખનીય છે કે રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ છે, ભારતની કુલ તેલ આયાતના લગભગ 35% રશિયાનો છે. યુક્રેન યુદ્ધને કારણે પશ્ચિમી દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધો લાદ્યા હોવાથી ભારત રશિયા માટે એક મહત્વનું બજાર બની ગયું હતું. જોકે, રશિયન ક્રૂડ પરનું ડિસ્કાઉન્ટ 2022 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે, જેના કારણે રશિયન ઓઇલ ભારત માટે આર્થિક રીતે ઓછું આકર્ષક બન્યું છે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સગર્ભાની હાલત ગંભીર : 17 દિવસની સારવાર બાદ બોટાદની મહિલાને મળ્યું નવજીવન
આ પરિસ્થિતિમાં ભારતે વૈકલ્પિક તેલ સ્ત્રોતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાડીના દેશોમાંથી, ખાસ કરીને અબુ ધાબીનું મુર્બન ક્રૂડ, અને પશ્ચિમ આફ્રિકાના તેલનો પુરવઠો ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આ વૈકલ્પિક સ્ત્રોતો ભારતને રશિયન ઓઇલની ખાધ પૂરવામાં મદદ કરી રહ્યા છે. જોકે, ભારતની રાજ્ય સંચાલિત રિફાઇનરીઓ અને કેન્દ્ર સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
