ટ્રમ્પના ગોલ્ડ કાર્ડે મચાવ્યો હંગામો, 9 કરોડમાં સિટીઝનશિપ
અમેરિકાએ નવો ‘ગોલ્ડ કાર્ડ’ પ્લાન રજૂ કરતાં ભારતીય ધનકુબેરોમાં ચર્ચાનો મુદો બની ગયો છે.
માત્ર રૂ. 9 કરોડ (1 મિલિયન USD) ભરીને અમેરિકાની સિટીઝનશિપની ગેરંટી એવા ટ્રમ્પના દાવાથી અમેરિકાના રાજકારણમાં હલચલ મચી છે.
પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પના વિશ્વસનીયતાનો રેકોર્ડને જોતા, પાંચ વર્ષ પછી નાગરિકતા મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે.
રાજકારણીઓની આંતરિક લડાઈઓ, સરકારના શટડાઉન અને ટ્રમ્પના સતત બદલાતા નિર્ણયોને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો કહી રહ્યા છે કે આ ગોલ્ડ કાર્ડની કિંમત ગોલ્ડ નહિ, કદાચ પિતળ જેટલી પણ ન રહે.
અમેરિકન કંપનીઓ માટે 20 લાખ ડોલરમાં સ્ટુડન્ટ્સ સ્પોન્સર કરવાનો પ્રસ્તાવ તો વધુ અસ્થિર ગણાઈ રહ્યો છે એટલું કે કંપનીઓ અમેરિકા બહાર યુનિટ ખસેડવાનું વધુ યોગ્ય માને.
