પાતાલ લોક સીઝન-2થી લઈને ડબ્બા કાર્ટલ સુધી 2025માં OTT પર રિલીઝ થયેલી ટોપ ક્રાઇમ થ્રિલર સિરીઝ
2025માં OTT પ્લેટફોર્મ્સે દર્શકો માટે ક્રાઇમ અને થ્રિલર સીરિઝ જે તમારે અચૂક જોવી જ જોઈએ. જેમાં પાતાલ લોકો સીઝન 2, બ્લેક, વ્હાઇટ એન્ડ ગ્રે: લવ કિલ્સ, બ્લેક વોરન્ટ, કન્નેડા, ધ વેકિંગ ઑફ અ નેશન, ખાકીઃ ધ બંગાળ ચેપ્ટર અને ડબ્બા કાર્ટલ જેવી વેબ સિરીઝોમાં સસ્પેન્સ, એક્શન અને રિયલ-લાઇફ ઇન્સ્પાયર્ડ સ્ટોરીનો સમાવેશ થાય છે.
દરેક સિરીઝની IMDb રેટિંગ ઊંચી છે, અને આ શ્રેણીઓ પ્રાઇમ વિડિયો, સોની લિવ, નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે. જો તમે ક્રાઇમ અને થ્રિલર પ્રેમી છો, તો આ યાદીમાંના પ્રત્યેક શો તમારા OTT લિસ્ટમાં હોવો જ જોઈએ.

1) પાતાલ લોક સીઝન 2ઃ જાન્યુઆરી 2025માં રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં જયદીપ અહલાવત, તિલોત્તમા શોમે અને પ્રશાંત તમંગ જેવા કલાકારો નજરે પડે છે. આ સિરીઝની IMDb રેટિંગ 8.2 છે. તમે આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.

2) બ્લેક, વ્હાઇટ એન્ડ ગ્રે : લવ કિલ્સઃ મે 2025માં રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં મયૂર મોરે અને પલક જૈસવાલ જેવા કલાકારો છે. કુલ 6 એપિસોડ્સ છે. આ સિરીઝની IMDb રેટિંગ 8 છે. તમે આ સિરીઝ સોની લિવ પર જોઈ શકો છો.

3) બ્લેક વોરન્ટઃ સાચી ઘટના પરથી પ્રેરિત આ વેબ સિરીઝ જાન્યુઆરી 2025માં રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં કુલ 7 એપિસોડ્સ છે. તેમાં જહાન કપૂર, રાહુલ ભટ્ટ, પરમવીર સિંહ ચીમા અને અનુરાગ ઠાકુર જેવા કલાકારો નજરે પડે છે. આ સિરીઝની IMDb રેટિંગ 7.9 છે. તમે આ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

4) કન્નેડાઃ લિસ્ટમાં ચોથા નંબર પર હિન્દી અને પંજાબી ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ કન્નેડા છે. આ સિરીઝમાં પરમીશ વર્મા મુખ્ય ભૂમિકામાં છે. સિરીઝમાં કુલ 9 એપિસોડ્સ છે. તમે આ સિરીઝ જિયો હોટસ્ટાર પર જોઈ શકો છો. આ સિરીઝની IMDb રેટિંગ 7.7 છે.

5) ધ વેકિંગ ઑફ અ નેશનઃ ધ વેકિંગ ઑફ અ નેશન એક ઐતિહાસિક ડ્રામા વેબ સિરીઝ છે. આ સિરીઝ માર્ચ 2025માં રિલીઝ થઈ હતી. આ સિરીઝની IMDb રેટિંગ 7.6 છે. તમે આ સિરીઝ સોની લિવ પર જોઈ શકો છો.

6) ખાકીઃ ધ બંગાળ ચેપ્ટરઃ છઠ્ઠા નંબર પર ખાકીઃ ધ બંગાળ ચેપ્ટર છે. આ સિરીઝ માર્ચ 2025માં રિલીઝ થઈ હતી. આ સિરીઝની IMDb રેટિંગ 7.5 છે અને તેમાં કુલ 7 એપિસોડ્સ છે. તમે આ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

7) ડબ્બા કાર્ટલઃ લિસ્ટમાં સાતમા નંબર પર શબાના આઝમીની વેબ સિરીઝ ડબ્બા કાર્ટલ છે. આ સિરીઝની IMDb રેટિંગ 7.1 છે. તેમાં કુલ 7 એપિસોડ્સ છે. તમે આ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
