આજે અમેઠી માટે વિજય દિવસ : સ્મૃતિ ઈરાની
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાને નિર્ણય અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે કોંગ્રેસે અમેઠીમાં હાર સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીને અમેઠીમાં જીતની કોઈ શક્યતા દેખાતી ન હતી. તેથી તે રાયબરેલી તરફ વળ્યા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગાંધી પરિવાર અમેઠીથી ચૂંટણી ન લડે એ એ વાતનો સંકેત છે કે પાર્ટીએ ચૂંટણી લડતા પહેલા હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે જો જીતની તક હોત તો તે લડયા હોત. આજે અમેઠીનો વિજય દિવસ છે.
રાહુલ ગાંધી સમજી વિચારીને પગલાં ભરે છે : જયરામ રમેશ
કોંગ્રેસ પાર્ટીએ તેને રાહુલને રાયબરેલીથી ચૂંટણી લડાવવાની રણનીતિનો એક ભાગ ગણાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીનું રાયબરેલીથી ચૂંટણી લડવું એ રણનીતિનો એક ભાગ છે. તેમણે કહ્યું કે માત્ર અમેઠી અને રાયબરેલી જ નહીં. સમગ્ર દેશ ગાંધી પરિવારનો ગઢ છે. રાહુલ ગાંધી સમજી વિચારીને પગલાં ભરે છે. રાયબરેલી બેઠક વારસો નથી પણ જવાબદારી છે.
