IPL 2025માં આ જૂનો નિયમ પાછો આવ્યો : બોલિંગને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, બોલરની ચાંદી જ ચાંદી
ભારતીય ક્રિકેટ બોર્ડ 22 માર્ચથી શરુ થઈ રહેલી IPLની આ સિઝનમાં બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ પ્રસ્તાવ પર બીસીસીઆઇમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. મુંબઈમાં આજે IPLની તમામ ટીમોના કૅપ્ટનનું ફોટોશૂટ હતું જેમાં દરમિયાન કૅપ્ટન સામે આ મામલે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેમાં દસેય કેપ્ટનએ આ મુદ્દે સંમતિ આપી છે.
બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હટાવી લીધો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે બોલ પર થૂંક લગાવવાની જરૂર છે નહીં તો તે સંપૂર્ણપણે બેટ્સમેનોના પક્ષમાં રહેશે. દક્ષિણ આફ્રિકાના વર્નોન ફિલેન્ડર અને ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીએ પણ તેનું સમર્થન કર્યું.
મુંબઈમાં કેપ્ટનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘ થૂંક પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.’ મોટાભાગના કેપ્ટન આ પગલાના પક્ષમાં હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ COVID-19 રોગચાળા દરમિયાન સાવચેતીના પગલા તરીકે બોલને ચમકાવવા માટે થૂંક લગાવવાની જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો અને વિશ્વ સંસ્થાએ પાછળથી 2022 માં આ પ્રતિબંધ કાયમી બનાવ્યો હતો.
બીસીસીઆઈએ પહેલાથી જ આ અંગે આંતરિક ચર્ચા કરી હતી અને કેપ્ટનોએ નિર્ણય લેવાનો હતો, તેથી આજે કેપ્ટનોએ આઈપીએલના આ સત્રમાં થૂંકનો ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો.કોરોના મહામારી પછી રમવાની શરતોમાં IPLમાં પણ આ પ્રતિબંધનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ IPLની માર્ગદર્શિકા ICCના અધિકારક્ષેત્રની બહાર છે.
IPL ટુર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે
આ ટુર્નામેન્ટ 65 દિવસ સુધી રમાશે અને કુલ 74 મેચ રમાશે. IPL 2024નો ખિતાબ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા જીતવામાં આવ્યો હતો. બાય ધ વે, આઈપીએલ ટાઇટલ જીતનાર ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સમાવેશ થાય છે.
IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ યોજાશે. આ વખતે ટુર્નામેન્ટના પ્લેઓફ મેચો હૈદરાબાદ અને કોલકાતામાં યોજાશે. ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં યોજાશે.