ભારતનો વટ છે !! ક્રિકેટમાં સૌથી વધુ સેમિફાઈનલ જીતનારી ટીમ બની : અત્યાર સુધીમાં ૧૨ સેમિફાઈનલ જીત્યા:
ભારતે ઑસ્ટે્રલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા આઈસીસી દ્વારા આયોજિત મર્યાદિત ઓવરની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સેમિફાઈનલ જીતનારી ટીમ બની હતી. ભારતે આ મુદ્દે ઑસ્ટે્રલિયાને પાછળ છોડ્યું હતું.
ભારતે અત્યાર સુધી આઈસીસીની મર્યાદિત ઓવરની ટૂર્નામેન્ટમાં ૧૯ સેમિફાઈનલ મુકાબલા રમ્યા છે જેમાંથી ૧૨ મેચ પોતાના નામે કરી હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાંચ સેમિફાઈનલ, વન-ડે વર્લ્ડકપમાં ચાર સેમિફાઈનલ અને ટી-૨૦ વર્લ્ડકપમાં ત્રણ સેમિફાઈનલ મેચ જીતી છે. જ્યારે ઑસ્ટે્રલિયા આ યાદીમાં બીજા ક્રમે છે. ઑસ્ટે્રલિયા આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે ૧૮ સેમિફાઈનલમાંથી ૧૮ જીત્યા છે. ઈંગ્લેન્ડ નવ જીત સાથે ત્રીજા અને વિન્ડિઝ આઠ સેમિફાઈનલમાં જીત સાથે ચોથા ક્રમે છે.
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૯૯૮ બાદ જ્યારે પણ સેમિફાઈનલમાં પહોંચ્યું છે ત્યારે જીત હાંસલ કરી છે. આ સાથે જ રોહિત શર્મા ચારેય આઈસીસી ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચનારો પ્રથમ કેપ્ટન બન્યો છે.
