ગુજકેટની પરિક્ષા માટે ફોર્મ લેઈટ ફી સાથે 15 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરી શકાશે
પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા અને આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ અંગે લેવાતી પરીક્ષાના ફોર્મ 15 જાન્યુઆરી સુધી લેટ ફી સાથે ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા એ,બી અને એબી ગ્રુપના ધોરણ 12 સાયન્સ ના પરીક્ષાઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2025 માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચના બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

ગુજકેટ 2025ની પરીક્ષાના ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવેલ હતી જે હવે પછીથી રૂપિયા 1000ની લેટ ફી સાથે 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.