બોલીવુડના પ્રથમ અભિનેતાને મળશે આ ખાસ એવોર્ડ : જાણો આમિર ખાનને કયા એવોર્ડથી નવાજવામાં આવશે
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે સિનેમાને ઘણી ઉત્કૃષ્ટ અને યાદગાર ફિલ્મો આપી છે. તેમની છેલ્લી ફિલ્મ ‘સિતારે ઝમી પર’ જેમાં તેમણે અત્યંત યાદગાર ભૂમિકા ભજવી છે ત્યારે હવે, સિનેમામાં તેમના કાર્યને માન આપવા માટે, તેમને પ્રથમ વખત “આર.કે. લક્ષ્મણ એવોર્ડ ફોર એક્સેલન્સ” પ્રાપ્ત થશે.

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને એવોર્ડ મળવાનો છે. તેઓ આ સન્માન મેળવનારા પહેલા અભિનેતા હશે. આ એવોર્ડ આમિર ખાનને આ મહિને પુણેમાં એક ભવ્ય સમારોહમાં અને એઆર રહેમાનના કોન્સર્ટમાં આપવામાં આવશે. સ્વર્ગસ્થ કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણના અવસાન બાદ, તેમના પરિવારે તેમની યાદમાં એક ખાસ એવોર્ડ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ સન્માન મેળવનારા આમિર ખાન પ્રથમ વ્યક્તિ છે.

સ્વર્ગસ્થ કાર્ટૂનિસ્ટની યાદમાં આપવામાં આવનાર એવોર્ડ
સ્વર્ગસ્થ કાર્ટૂનિસ્ટના નામે સ્થાપિત આ એવોર્ડને આરકે લક્ષ્મણ એવોર્ડ નામ આપવામાં આવ્યું છે. બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન આ એવોર્ડ મેળવવાના છે. તેઓ આ સન્માન મેળવનારા પહેલા વ્યક્તિ છે. કાર્ટૂનિસ્ટની યાદમાં પહેલો ‘આરકે લક્ષ્મણ એવોર્ડ ફોર એક્સેલન્સ’ આપવામાં આવશે.
આ કાર્યક્રમ ક્યારે અને ક્યાં યોજાશે?
આ એવોર્ડ સમારોહ 23 નવેમ્બરના રોજ પુણેમાં યોજાશે. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે, પરિવારે સંગીતના ઉસ્તાદ એ.આર. રહેમાન દ્વારા લાઇવ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કર્યું છે. આ કોન્સર્ટ 23 નવેમ્બર, 2025 ના રોજ સાંજે 5:00 વાગ્યે પુણેના એમસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. આ કાર્યક્રમમાં આમિર ખાનને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આર.કે. લક્ષ્મણ કોણ હતા?
આર.કે. લક્ષ્મણ ભારતના સૌથી પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ અને ચિત્રકારોમાંના એક હતા. તેઓ તેમના પ્રતિષ્ઠિત પાત્ર “કોમન મેન” અને પ્રખ્યાત દૈનિક કાર્ટૂન સ્ટ્રીપ “યુ સેડ ઇટ” માટે લોકપ્રિય હતા. તેમણે શંકર નાગ દ્વારા દિગ્દર્શિત તેમના મોટા ભાઈ આર.કે. નારાયણની વાર્તાઓ પર આધારિત લોકપ્રિય ટીવી શો “માલગુડી ડેઝ” માટે સ્કેચ પણ બનાવ્યા હતા. આર.કે. લક્ષ્મણનું 2015 માં પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 93 વર્ષની વયે અવસાન થયું.
