રાહુલ ગાંધીને કોર્ટનું તેડું, શું હતો મામલો ? વાંચો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ એક પછી એક કેસમાં વધી રહી છે. એમણે આપેલા નિવેદનો કાયદાકીય લડાઈમાં બદલાઈ ગયા છે. હવે ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની એમપી -એમએલએ કોર્ટે લોકસભા ચૂંટણી પહેલા દ રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી દીધી છે. 5 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવાયું છે. અંદાજિત 5 વર્ષ પહેલા કર્ણાટક ચૂંટણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પર રાહુલ ગાંધીએ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને લાંબા સમયથી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
5 વર્ષ પહેલા કર્ણાટક ચૂંટણી દરમિયાન પોતાની રેલીમાં રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પર ભાજપ નેતા વિજય મિશ્રાએ નારાજગી વ્યક્ત કરતા કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. આ મામલે ગત 18 નવેમ્બર 2023એ સુલ્તાનપુરની કોર્ટમાં ચાલી રહેલ સમન્સ ચર્ચા દરમિયાન આ નિર્ણય કોર્ટે સુરક્ષિત રાખ્યો હતો.
સુલ્તાનપુરની એમપીએમએલએ કોર્ટમાં જજ યોગેશ યાદવે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. જોકે, વર્ષ 2018માં માનહાનિના વચનમાં અરજી દાખલ કરાઈ હતી. જેના પર 5 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ હવે જજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.