નરાધમે નીચતાની હદ વટાવી : વાછરડી સાથે આચર્યું દુષ્કૃત્ય, પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપ્યો
હિન્દુ સમાજ માટે ગાય એ માતાનું સ્થાન છે. કળયુગમાં જાણે કાળા માથાનો માનવીએ નીચતાની તમામ પરાકાષ્ઠા પાર કરી દીધી હોય તેમ મેટોડામાં કારખાનામાં વાછરડીને ક્રૂરતા પૂવર્ક બાંધેલી દેખતાં ગોવાળને હતી.જેના આધારે અહીં લાગેલા સીસીટીવી કરતા જ બિહારનો શ્રમિક યુવક વાછરડી સાથે દુષ્કૃત્ય આચરતો નજરે પડતા પોલીસમાં જાણ કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, મોટોડા ગેટ નં ૧ નજીક સાગર પોલીટેકનિક નામનું કારખાનું ધરાવતા ધરમશીભાઈ વડુકર દ્વારા મેટોડા પોલીસ મથકમાં તેમના કારખાનામાં મજુરી કામ કરતો અને મૂળ બિહારનો વતની આરોપી કારાકુમાર ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, ધરમશીભાઈએ પોતાને ત્યાં કારખાન કારખાનામાં વાછરડી રાખી હોય ગત તારીખ 8/3ના વહેલી સવારે આ વાછરડીને સારસંભાળ લેવા માટે આવેલ ગોવાળને વાછરડી ક્રૂરતા પૂર્વક બાંધી હોવાની જાણ થઈ હતી.
જેથી આ અંગે ધરમશીભાઈનું ધરમશીભાઈનુ ધ્યાન દોરતા તેઓએ કારખાનામાં રાખેલ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં તેમને ત્યાં જ કરતો શ્રમિક યુવક રાત્રિના સમયે વાછરડી બાંધીને તેની સાથે દૂધકૃત્યો કરતો નજરે પડયો હતો.
સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ મેટોડા પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્મા દ્વારા એનિમલ ફેવલ્ટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.