ભાજપના નેતાએ જાહેરમાં ધમકી આપી : રાહુલ ગાંધી,અટકી જા નહિતર તારી હાલત પણ તારા દાદી જેવી થશે
કોંગ્રેસે પૂછ્યું, મોદી – શાહ કેમ મૌન છે?
રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતમાં શિખ સમુદાયની હાલત અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના એક શીખ નેતાએ રાહુલ ગાંધીની હત્યાની ધમકી આપી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. એ ઘટનાના વિડીયો વાયરલ કરી કોંગ્રેસે આવી ગંભીર ઘટના પછી પણ મોદી અને શાહ કેમ મૌન છે તેવો સવાલ પૂછ્યો હતો.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપની શીખ પાંખ દ્વારા સોનિયા ગાંધીના 10 જનપથ ખાતે આવેલા નિવાસસ્થાને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.એ પ્રસંગની કોંગ્રેસે વાયરલ કરેલ વીડિયોમાં ભાજપના નેતા તરવિન્દર સિંઘ એવું કહેતા સંભળાય છે કે ,’ રાહુલ ગાંધી,અટકી જજે નહિતર નજીકના ભવિષ્યમાં તારી હાલત પણ તારા દાદી જેવી થશે’. ઉલ્લેખનીય છે કે રાહુલના દાદી ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ બે શીખ બોડીગાર્ડએ કરી હતી.
આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે આ અત્યંત ગંભીર વાત છે. ભાજપના નેતા ભાજપના જ કાર્યક્રમમાં વિપક્ષના નેતાને જાહેરમાં હત્યા કરવાની ધમકી આપી રહ્યા છે ત્યારે મોદી શાહ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા શાંત ન રહી શકે.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ભાજપ નફરત ની ફેક્ટરી યુવાનો આક્ષેપ કર્યો હતો અને આ ઘટના અંગે ત્વરિત પગલાં ભરવાની માંગણી કરી હતી.