માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે રૂ.1.5 લાખ સુધીની કેશલેસ સારવાર : હિટ એન્ડ રનના કેસમાં પરિજનોને મળશે 2 લાખ રૂપિયા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સારવારની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે અકસ્માતના 24 કલાકમાં પોલીસને જાણ કરવી પડશે. આ યોજના સાત દિવસ સુધી અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના તબીબી ખર્ચને આવરી લેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સરકારે આસામ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પુડુચેરીમાં આ યોજનાનો પ્રયોગ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સરકાર મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટને સંસદના આગામી સત્રમાં રજૂ કરશે, ત્યારબાદ માર્ચથી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે વર્ષ 2024માં 1 લાખ 80 હજાર લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા. તે જ સમયે, હેલ્મેટ ન પહેરવાના કારણે 32 હજાર લોકોના મોત થયા છે. 60 ટકા અકસ્માતો 18 થી 34 વર્ષની વયજૂથમાં થયા છે. તે જ સમયે, એક્ઝિટ-એન્ટ્રી પોઈન્ટ પર કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે 10 હજાર મૃત્યુ માત્ર શાળા અને કોલેજોની સામે જ થયા છે.
અકસ્માતોને રોકવા માટે સરકાર આ પગલાં લેશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મંગળવારે રોડ સેફ્ટી પર એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં સુરક્ષાના ઉપાયો પર વધુ ભાર આપવામાં આવ્યો છે. બેઠકમાં માર્ગ અકસ્માતો અટકાવવા યોગ્ય પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગડકરીએ કહ્યું કે, સરકાર કોમર્શિયલ વાહનોમાં અકસ્માતોને રોકવા માટે ત્રણ સલામતીનાં પગલાં દાખલ કરવા પર કામ કરશે. આમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ અને જો ડ્રાઈવર ઊંઘી જાય તો ઑડિયો એલર્ટ મિકેનિઝમનો સમાવેશ થાય છે. મંત્રીએ કહ્યું કે આ સૂચનો ક્રાંતિકારી છે. ટ્રક અને બસમાં પણ આવું થશે.

વાહન ભંગાર નીતિ અને પ્રદૂષણ નિયંત્રણઃ
કાર્યશાળા દરમિયાન ગડકરીએ જણાવ્યું કે સરકાર વાહન ભંગાર નીતિને ઝડપથી લાગૂ કરવા પર કામ કરી રહી છે. આ સાથે જ સમગ્ર દેશમાં પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર(પીયુસી) ૨.૦ લાગૂ કરવામાં આવશે. બીએસ-૭ માપદંડોને લાગૂ કરવાની સમયમર્યાદા અને પ્રદૂષણમાં ઘટાડો લાવવા ઉપર પણ ચર્ચા થઈ.
ડ્રાઈવર તાલિમ અને ઈ રિક્ષા સુરક્ષા
દેશભરમાં ડ્રાઈવર તાલિમ સંસ્થાનોની સ્થાપના માટે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે. જે હેઠળ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત ઈ રિક્ષાની સુરક્ષા સારી કરવા માટે વિશેષ નિયમ અને દિશાનિર્દેશ બનાવવામાં આવી રહ્યા છે.
માર્ગ અકસ્માતના ચિંતાજનક આંકડા
ગડકરીએ માર્ગ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. ૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં ૧.૮ લાખ લોકો જીવ ગુમાવશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમાંથી ૩૦,૦૦૦ લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા છે. બીજી ગંભીર બાબત એ છે કે ૬૬% મૃત્યુ ૧૮-૩૪ વર્ષની વયના યુવાનોમાં થયા છે.
જૂના વાહનોને સ્ક્રેપ કરવાના ફાયદા વિશે જણાવ્યું, ગડકરીએ જૂના વાહનોને સ્ક્રેપ કરવાના ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સ્ક્રેપિંગ ઓટોમોબાઈલ સેક્ટરને જબરદસ્ત વૃદ્ધિ આપશે કારણ કે એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ અને પ્લાસ્ટિક રિસાયકલ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મારુતિ સુઝુકીનું સ્ક્રેપિંગ સેન્ટર આમાંથી કેટલાક ભાગોને જાપાનમાં નિકાસ કરી રહ્યું છે. ટાયરના પાવડરમાં બિટ્યુમેન ભેળવવામાં આવી રહ્યું છે. આનાથી ગોળાકાર અર્થતંત્રનું નિર્માણ થશે અને દેશમાં રોજગારીની તકો ઊભી થશે.
ગડકરીએ કહ્યું, બિટયુમેનમાં ટાયર પાવડર ઉમેરવામાં આવી રહ્યો છે. તેથી તે ગોળ અર્થતંત્ર બનશે. સ્ક્રેપિંગ પોલિસી દેશમાં વધુ રોજગારીનું સર્જન કરશે. આનાથી કેન્દ્ર અને રાજય સરકારોને કુલ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો GST મળશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ચાર મહિના પહેલા જાપાનને પાછળ છોડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ બની ગયો છે. ૨૦૧૪માં સરકારનો કાર્યભાર સંભાળતા સમયે ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ ૭ લાખ કરોડ રૂપિયા હતું જે આજે વધીને ૨૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.