ટેસ્લા ઇલેક્ટ્રિક કારના શોરૂમ દિલ્હી અને મુંબઈમાં ખુલશે, કંપનીએ ભારતમાં આટલી જગ્યા માટે ભરતીની કરી જાહેરાત
એલોન મસ્કની કંપની ટેસલાના ઇલેક્ટ્રિક વાહનોનું નજીકના ભવિષ્યમા ભારતમાં આગમન થશે તેવા નક્કર સંકેતો પ્રાપ્ત થયા છે.તાજેતરમાં જ વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે અમેરિકામાં બેઠક થયા બાદ ટેસ્લા દ્વારા ભારતમાં કર્મચારીઓની ભરતી માટે જાહેરાત આપવામાં આવતા હવે ટેસ્લા માટે ભારતના દ્વાર ખુલી ગયા હોવાના એંધાણ મળી રહ્યા છે.
બ્લૂમબર્ગ રિપોર્ટ મુજબ, ટેસલાએ સોમવારે તેના લિંક્ડઇન પેજ પર ભારતમાં 13 જોબ ઓપનિંગ્સ લિસ્ટ કર્યા છે, જેમાં ગ્રાહક સેવા અને બેક-એન્ડ રોલ્ બંનેનો સમાવેશ થાય છે.
ટેસલા મુંબઈ અને દિલ્હીમાં સર્વિસ ટેક્નિશિયન્સ અને એડવાઇઝરી રોલ્સ સહિત વિવિધ પોઝિશન્સ માટે ઉમેદવારો શોધી રહ્યું છે. જ્યારે કે કસ્ટમર એન્ગેજમેન્ટ મેનેજર અને ડિલિવરી ઓપરેશન્સ સ્પેશિયલિસ્ટ માટેની જાહેરાત ખાસ મુંબઈ માટે છે.
ટેસલાએ ભૂતકાળમાં પણ ભારતીય બજારમાં પ્રવેશ કરવામાં રસ દર્શાવ્યો હતો, પરંતુ ઉચ્ચ આયાત શુલ્કને કારણે એ સંભવ નહોતું બન્યું. સરકારે હાલમાં $40,000 થી વધુ કિંમતના હાઇ-એન્ડ કાર્સ પરનો મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી 110% થી ઘટાડીને 70% કર્યો છે અને પરિણામે લક્ઝરી EV નિર્માતાઓ ભારત તરફ આકર્ષાયા છે.

ટેસલાની ભરતી પ્રવૃત્તિ સૂચવે છે કે કંપની ભારતમાં તેના ઓપરેશન્સ સેટ અપ કરી રહી છે, પરંતુ તે ભારતમાં કાર્સ વેચવાનું ક્યારે શરૂ કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. વિશ્લેષકો માને છે કે ટેસલા શરૂઆતમાં તેની કાર્સ આયાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને બાદમાં માંગ અને સરકારી નીતિના આધારે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાનો વિચાર કરશે.
મંદીનો સામનો કરી રહેલ ટેસલાને ભારતમાં મોટી આશા
ટેસલાનું વૈશ્વિક સ્તરે વેચાણ ઘટ્યું છે.ત્યારે તેને ભારતમાં મોટી તક દેખાય છે.જો કે ચીનની તુલનામાં ભારતનું EV બજાર હજુ પ્રારંભિક તબક્કામાં છે. ભારતમાં ગત વર્ષે 100000 ઈલેક્ટ્રીક વાહનો વેચાયા હતા તેની સામે ચીનમાં 1.10 કરોડ ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ થયું હતું. બીજી તરફ
ભારત સરકાર ક્લીનર એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપી રહી છે અને EV અપનાવવા માટે પ્રોત્સાહનો ઓફર કરી રહી છે, જેથી ટેસલાને બજારમાં પ્રવેશ કરવાની સંભાવના દેખાય છે.