ઈતિહાસની સૌથી મોટી સુનામી : ગણતરીની મિનિટોમાં તબાહ થઈ ગયું શહેર,
લીબિયામાં સુમુદ્રમાં આવેલી સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે ઓથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. લીબિયાના આધુનિક ઈતિહાસની આ સૌથી મોટી સુનામી છે. જેમાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.
બચાવ અભિયાનમાં શામેલ લોકોનું કહેવું છે કે સુનામી આવવાના કારણે શહેરમાં પાણી ઘુસી આવ્યું હતું અને તેના પાણીની સાથે ઘણા લોકો પણ વહી ગયા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોના મોત થઈ ગયા છે. પરંતુ મૃતદેહની શોઘ કરવી મુશ્કેલ થઈ રહી છે. લીબિયાના ડેરના શહેરનો લગભગ અડઘો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે.