વિવાદિત નેતા ટી. રાજાને ટિકિટ આપી, ૩ સાંસદને પણ મેદાને ઊતાર્યાં
તેલંગણા વિધાનસભા ચુંટણી માટે પક્ષોએ જોરશોરથી તૈયારી શરૂ કરી છે અને તણા ભાગરૂપે ભાજપે પોતાના 52 ઊમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વિવાદાસ્પદ નેતા ટી. રાજાને પણ ટિકિટ અપાઈ છે. ભાજપે રાજા સામેનું સસ્પેન્શન પણ પાછું ખેંચી લીધું હતું.
અહીં 30 મી નવેમ્બરે મતદાન થવાનું છે. ભાજપે 3 સંસદ સભ્યોને પણ મેદાનમાં ઊતાર્યાં છે. ભાજપ પ્રમુખ નડાના નેતૃત્વમાં મળેલી ચુંટણી સમિતિની બેઠકમાં નામ નક્કી થયા બાદ જાહેર કરાયા હતા. એ જ રીતે કોંગ્રેસ દ્વારા પણ પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. તેણે 55 ઊમેદવારોના નામ જાહેર કર્યા હતા.
તેલંગણામાં ભાજપે પ્રચાર સઘન બનાવ્યો છે અને 30 મી નવેમ્બરે મતદાન બાદ 3 જી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.