રાજકોટમાં શિક્ષકો અનાથ બાળકો સાથે દિવાળી ઉજવશે : સ્વીટ્સ,કપડાં,ફટાકડા આપી ભૂલકાઓના ચહેરા પર સ્મિત પાથરશે
રાજકોટનાં શિક્ષકો વિદ્યાર્થીઓને દિવાળી ભેટ આપશે. 11 તાલુકાના શિક્ષકો દ્વારા જે વિદ્યાર્થીઓને માતા-પિતા નથી તેવા બાળકો સાથે દિવાળી ઉજવશે.રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજકોટના 11 તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમિક સ્કૂલમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ સાથે આ શિક્ષકો દિવાળીની ઉજવણી કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :દિવાળી એટલે સુવર્ણયોગ : પીળી ધાતુ ‘પહોંચ’ની બહાર છતાં’ય વેચાણ વધશે,વોલ્યુમ ઘટશે
જેમાં શિક્ષકોએ પોતાની રીતે ફંડ એકત્ર કર્યો છે જેમાંથી આ વિદ્યાર્થીઓ જેને માતા-પિતા ગુમાવી દીધા છે તેઓને માટે ફટાકડા, નવા વસ્ત્રો, મીઠાઈ સહિત અલગ અલગ વસ્તુઓની કીટ બનાવી શિક્ષકો વિદ્યાર્થીઓને ગિફ્ટ આપશે.જેથી આ બાળકોને તહેવારની ઉજવણીનો ઉલ્લાસ રહે તેવી ભાવના સાથે દિવાળી પૂર્વે જ શિક્ષકો તેમને ગિફ્ટ હેમ્પર વિતરણ કરશે.ડી.પી.ઇ.ઓ.દીક્ષિત પટેલએ જણાવ્યું હતું કે,હાલમાં એક ગામમાં શિક્ષકોએ બાળકોને ભેટ આપી દીધી છે.તબક્કાવાર કાર્યક્રમ રાખી આ ગિફ્ટ સાથે ફટાકડા અપાશે.
