ટાટાની બ્રિટન સ્થિત કંપની જગુઆરે યુએસમાં ગાડીઓ મોકલવાનું બંધ કર્યું
ટ્રમ્પના ટેરિફ વોરની અસરો દેખાવા લાગી છે.બ્રિટિશ કાર ઉત્પાદક જગુઆર લેન્ડ રોવરે હાલના તબક્કે એક મહિના સુધી અમેરિકામાં માલ મોકલવાનું બંધ કર્યું હોવાની જાહેરાત કરી હતી . નોંધનીય છે કે જગુઆર એ ભારતની ટાટા મોટર્સની પેટા કંપની છે
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે ટેરિફની જોગવાઈઓ અને તેને કારણે પડનારી ટૂંકા અને લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરી રહ્યા છીએ.તેમણે કહ્યું કે તેમના માટે અમેરિકી બજાર નું ખૂબ મહત્વ છે. જગુઆર અમેરિકામાં 200 ડીલરોનું વિશાળ નેટવર્ક ધરાવે છે.અમેરિકા બહારના કોઈ પણ વાહન ઉપર 25 ટકા ટેક્સ લાગવાને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે વ્યાયસાયિક ભાગીદારો સાથે વાતચીત ચાલતી હોવાનું કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2824 માં અમેરિકાએ તેના ઉતર અમેરિકન પડોશી દેશો, પૂર્વ એશિયાના રાષ્ટ્રો અને યુરોપમાંથી 246 અબજ ડોલરના મુસાફર વાહનો આયાત કર્યા હતા.