હલદાની રેલવે ટ્રેક નજીકના મકાનો હટાવવા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
50હજાર લોકો જશે ક્યાં? અદાલતે સવાલ કર્યો
ઉત્તરાખંડના હલદાની રેલવે સ્ટેશનના ટ્રેક નજીકના 4356 ગેરકાયદે મકાનો દૂર કરવાની કાર્યવાહી રોકી દેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.
અદાલતે કહ્યું કે આ મકાનોમાં 50 હજાર લોકો રહે છે અને દાયકાઓથી રહે છે. ન્યાયાધીશે કહ્યું કે અદાલત નિર્દયી ન બની શકે.આ બધા મકાનોમાં રહેતા લોકો બલ્ડોઝર ફરવાના ભય હેઠળ જીવી રહ્યા છે.આ સમસ્યાનું સંતુલિત સમાધાન જરૂરી છે.
રેલવે વિભાગે વંદે ભારત ટ્રેન ચલાવવા માટે પ્લેટફોર્મ બનાવવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું પણ અદાલતે કહ્યું કે આ બધા લોકો જશે ક્યાં? એ બધા પણ માણસો જ છે.
સર્વોચ્ય અદાલતે તંત્ર ને આ 50 હજાર લોકોનું પુનર્વસન કરવાં જણાવ્યું હતું અને ચાર અઠવાડિયામાં તે અંગેનો પ્લાન સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો હતો.અદાલતે ઉતરાખંડ સરકારને અસરગ્રસ્તોને વન ખાતા સિવાયની જમીન ફાળવવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રેલવે ટ્રેક પર અતિક્રમણ કરનાર મોટા ભાગના લોકો મુસ્લિમ સમુદાયના છે.સરકારે રેલવેની જમીન ઉપર થયેલા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરી તે પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.આ કેસની વિશેષ સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ થશે.