માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન : 1 હજાર પર્વતારોહી ફસાયા, 350ને બચાવી લેવાયા; અન્ય લોકોનો સંપર્ક કરવા બચાવ ઓપરેશન
વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ભાગમાં 1000થી વધુ પર્વતારોહકો અણધાર્યા હિમ તોફાનમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર અને બચાવદળો સમય સાથે હોડમાં ઉતરીને આ લોકોને બચાવવામાં લાગ્યા હતા. 350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ સેંકડો ટ્રેકર્સ મદદની રાહ જોઈ રહ્યા હતા. સતત ચાલુ રહેલી હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવકાર્ય જોખમભર્યું અને પડકારજનક બની રહ્યું હતું. સુરક્ષિત સ્થળે પાછા આવી ચૂકેલા અનેક ટ્રેકરે હિમતોફાનની સનસનીખેજ આપવીતી જણાવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
3 ઓક્ટોબરની સાંજે કર્મા ખીણ પ્રદેશમાં શરૂ થયેલી હિમવર્ષાએ એવરેસ્ટના પૂર્વીય ભાગને પોતાની ચપેટમાં લેવાની શરૂઆત કરી હતી. આ પ્રદેશ સામાન્ય રીતે શાંત અને સ્વચ્છ માર્ગ માટે ઓળખાય છે, જ્યાંથી મોટા ભાગના પર્વતારોહકો ઉત્તરના માર્ગે પ્રવેશ કરે છે.
આ પણ વાંચો :રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: મળશે આટલા હજાર બોનસ, જાણો કોને-કોને મળશે આ લાભ
શનિવારે હિમપાત વધુ તીવ્ર બનતાં પર્વતીય માર્ગો સંપૂર્ણપણે અવરોધાઈ ગયા હતા, જેને લીધે ટ્રેકર્સનું આગળ વધવાનું અશક્ય બની ગયું હતું. હિમતોફાને કારણે એવરેસ્ટના ઢોળાવ પર 1000થી વધુ પર્વતારોહક ફસાઈ ગયા હતા. બરફ એટલો વધુ માત્રામાં વરસી રહ્યો છે કે, એના ભાર હેઠળ તંબુ ભાંગી પડ્યા છે. અનેક પર્વતારોહકોમાં હાયપોથર્મિયાના લક્ષણો જોવા મળ્યા છે
સહીસલામત બહાર નીકળી શકેલા એરિક વેન નામના એક ટ્રેકરે જણાવ્યું હતું કે, ‘ત્યાં દરરોજ વરસાદ અને બરફ પડતો હતો. અમારી પાસે મર્યાદિત માત્રામાં તંબુ હતા. એક તંબુમાં દસથી વધુ લોકોને રહેવું પડ્યું હતું. આ કારણસર ઊંઘવા જેટલી મોકળાશ જ ન હતી. અમારે દર દસ મિનિટે તંબુ પરથી બરફ સાફ કરવો પડતો હતો, નહીંતર બરફના વજનથી તંબુ ભાંગી પડત અને અમે એની નીચે દટાઈ જાત.’
