સિંગાપુર ભારતનો એફડીઆઇનો સૌથી મોટો સ્ત્રોત
વડાપ્રધાન મોદી આજે બ્રુનેઈથી યાત્રા પૂરી કરીને સિંગાપુર જવા રવાના થશે. એમણે પોતાના પ્રથમ કાર્યકાળમાં સિંગાપુરની યાત્રા કરી હતી. હવે 6 વર્ષ બાદ તેઓ ફરી જઈ રહ્યા છે. બંને દેશો અનેક ક્ષેત્રોમાં આગળ રહ્યા છે અને સહકારી વલણ ધરાવે છે.
સિંગાપુર ભારતનો 6 ઠો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. ખાસ કરીને સીધા વિદેશી રોકાણ માટેનો સૌથી મોટો સ્ત્રોત મનાય છે. પાછલા વર્ષે જ અહીંથી 11.77 અબજ ડોલરનું એફડીઆઇ દેશમાં આવ્યું હતું. આવી સ્થિતિમાં વડાપ્રધાનની આ યાત્રાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.
ભારતનું સપનું સાકાર થશે
દરમિયાનમાં ભારતે સેમિકંડક્ટર ક્ષેત્રમાં દુનિયાથી આગળ નીકળવા હબ બનવાનું લક્ષ્ય રાખ્યું છે અને તેમાં સિંગાપુરનો મોટો રોલ હોઇ શકે છે. આ ક્ષેત્રમાં સિંગાપુરને 20 વર્ષનો અનુભવ છે અને તે ભારતને કામ લાગશે. ભારત તેની સાથે આ બારામાં ઝડપથી આગળ વધવા ઉત્સુક છે અને આ દિશામાં બંને દેશો કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે.
કોરોનામાં મદદ મળી
કોરોના મહામારી વખતે બંને દેશોએ એકબીજાની સહાયતા કરી હતી અને ભારતે દવાઓ મોકલી હટી અને સિંગાપુરે ઑક્સીજન તેમજ અન્ય મેડિકલ સપ્લાઈ કરી હતી અને માનવતા માટે બંને દેશો સહકારમાં આગળ રહ્યા હતા. અનેક લોકોના જીવ બચાવવા માટે બંને દેશો સક્રિય રહ્યા હતા.