ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે, જે હવે ઓલ ટાઈમ હાઈ એટલે કે ₹1.07 લાખ પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ, ચાંદીના ભાવમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે, જે રોકાણકારો અને ખરીદદારો માટે મહત્વનો સમાચાર છે.
આ વધારો વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે છે ખાસ કરીને ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને અન્ય ઉદ્યોગોમાં વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, રોકાણકારો શેરબજારના જોખમોના બદલે સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિ તરફ વળ્યા છે, જે ભાવ વધારામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જો કે રૂ.1,00,000 ની અંદર આવી ગયું છે. આ વર્ષે સોનાના ભાવમાં ₹19,844નો વધારો થયો છે, જે રોકાણકારો માટે આકર્ષક તક બની રહ્યો છે.નિષ્ણાતોના મતે, ચાંદીના ભાવ આ વર્ષના અંત સુધીમાં ₹1.30 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ચાંદી રોકાણકારો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. નાના રોકાણકારો માટે પણ ચાંદીમાં ₹100થી રોકાણ શરૂ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, જે ડિજિટલ પ્લેટફોર્મ અને ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) દ્વારા શક્ય છે.