Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

શિંદે જૂથ જ અસલી શિવસેના

Thu, January 11 2024

ઉધ્ધવ ઠાકરે જૂથને આંચકો, અરજી ફગાવાઇ: મહારાષ્ટ્રના સ્પીકરનો નિર્ણય: શિંદે સરકારને હટાવવાનો અધિકાર ઉધ્ધવ જૂથ પાસે નથી


મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે એકનાથ શિદેના જૂથને જ અસલી શિવસેના ગણી છે અને ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિદે સરકારને હટાવવાનો કોઈ અધિકાર નથી તેમ સ્પષ્ટ જણાવ્યું છે. સ્પીકરના આ નિર્ણયથી શિવસેનાનાં ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો આંચકો લાગ્યો છે.


મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે જૂન ૨૦૨૨ માં શિવસેનાના બે ફાડિયા થયા ત્યારે એકનાથ શિદે જૂથ ને સાચી શિવસેના ગણાવી હતી. સાથે જ શિવસેનાના ચીફ વેપ પદે ભરત ગાગેવાલની નિમણૂકને પણ માન્ય ઠરાવી હતી.શિદે જુથના ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાની માંગણી પણ તેમણે ફગાવી દીધી હતી. ચુકાદો આપતાં અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને બહુમતી નું સમર્થન નહોતું. અધ્યક્ષ છે શિવસેનાના ૧૯૯૯ ના બંધારણ અને માન્ય માની અને ઠેરવ્યું કે પક્ષમાં કાર્યકારી સર્વોચ્ચ સત્તા છે પક્ષ પ્રમુખ નહીં. પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેને કોઈ પણ સભ્યને સસ્પેન્ડ કરવાની સત્તા નહોતી. તેમણે ચુકાદામાં શિવસેનાના બંધારણ અને પક્ષના નેતૃત્વ માળખા વચ્ચેની વિસંગતતાઓનું વિસ્તૃત વર્ણન કર્યું હતું.તેમણે કહ્યું કે શિવસેનાના બે જૂથ અલગ થયા ત્યારે સંજય જ્યોત પાસે બહુમતી હતી. એ જૂથે ચીફ વેપ તરીકે ભરત ગાડીવાલી કરેલી નિયુક્તિ કાયદા માન્ય હતી. અને એકનાત શિદે શિવસેનાના ધારાસભા પાંખના વડા હતા.આ સંજોગોમાં ઠાકરે જૂથે દિવેલા ચીફ વીપ સુનિલ પ્રભુના વીપની કોઈ કાયદાકીય કિમત નહોતી. સુનિલ પ્રભુએ સિધે જૂથના ધારાસભ્યોને શિવસેનાની બેઠકમાં હાજરી આપવાનો હુકમ કર્યો તે હુકમ ન પાડવા બદલ એ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકાય નહીં. એ જ રીતે અધ્યક્ષની ચૂંટણીના મતદાન તથા વિશ્વાસ મત સમયે સુનિલ પ્રભુ એ આપેલો વ્હીપ કાયદાકીય માન્યતા નહોતો ધરાવતો.આ સંજોગોમાં અધ્યક્ષ છે સિધે જૂથના ધારાસભ્યોને ડિસ્કોલીફાઈ કરવાની માંગણી નકારી કાઢી હતી.


કાનૂની જંગની ટાઈમલાઈન
૨૩મી જૂન ૨૦૨૨ના રોજ એકનાથ શિદે સહિત શિવસેનાના ૪૦ ધારાસભ્યોએ બળવો કરતા મહા વિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હતા. તે પછી શિવસેનાએ સુનિલ પ્રભુની શિવસેનાના ચીફ વહીપ પદે નિયુક્તિ કરી હતી.તત્કાલીન ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝરીવાલે એ નિમણુંક ઉપર મંજૂરીની મહોર મારી દીધી હતી અને સુનિલ પ્રભુએ શિદે જૂથના ધારાસભ્યોને પક્ષની બેઠકમાં હાજર રહેવાનો વહીપ આપ્યો હતો. બીજી તરફ શિદે જૂથના ૩૭ ધારાસભ્યોએ એ પદ ઉપર ભરત ગોગેવાલની વરણી કરતા કોણ સાચા ચીફ વહીપ તે અંગે ગૂંચવાડો સર્જાયો હતો. એ દરમિયાન શિદે જૂથના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી તો ડેપ્યુટી સ્પીકરે શિદે જૂથના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેની શો કેસ નોટિસ આપી બે દિવસમાં એટલે કે ૨૭ જુનની સાંજે પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો હતો. સામા પક્ષે શિદે જૂથે, અવિશ્વાસની દરખાસ્ત પેન્ડિગ હોય ત્યારે સ્પીકર કોઈ ધારાસભ્યને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય ન લઈ શકે તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી હતી તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને જવાબ આપવાની અવધિ ૧૨મી જુલાઈ સુધી વધારી અને ૧૧ જુલાઈએ વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી સ્પીકર ડિસ્ક્વોલિફિકેશનની કોઈ કાર્યવાહી ન કરે તેવો આદેશ આપ્યો હતો. બીજી તરફ એ સમયગાળા દરમિયાન ગવર્નર ફ્લોર ટેસ્ટનો આદેશ ન આપે એવી શિવસેના જૂથની માંગણી અદાલતે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટએ ફ્લોર ટેસ્ટ સામે સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ ફડનવીસે તત્કાલીન રાજ્યપાલ કોશિયારીને મળી ઉદ્ધવ ઠાકરેને બહુમતી સિદ્ધ કરવા ફ્લોર ટેસ્ટ યોજવાનો આદેશ આપવા માંગણી કરી હતી. ગવર્નરે ફ્લોર ટેસ્ટનો આદેશ કરી દીધો હતો. બહુમતી ગુમાવી ચૂકેલા ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામુ આપી દીધું હતું અને બાદમાં ૩૦મી જૂને શિદેએ મુખ્યમંત્રી તરીકે અને ફડનવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા.એ દરમિયાન ચૂંટણી પંચે શિદે જૂથને અસલી શિવસેના ઠરાવતો ચુકાદો આપ્યો હતો.મહારાષ્ટ્રના આ ઘટનાક્રમ ને પગલે પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈઓના અર્થઘટન, રાજ્યપાલ અને સ્પીકરની સત્તાઓ અને અધિકારો વગેરે જેવા મુદ્દે કાનૂની જંગ જામ્યો હતો.શિવસેના ( ઠાકરે ) દ્વારા શિદે જૂથના ધારાસભ્યોને ગેરલાયો ઠેરવવાની સુપ્રીમ કોર્ટમાં માગણી કરવામાં આવી હતી.એ જ રીતે ઠાકરે સાથે રહેલા ૧૪ ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવાની શિદે જૂથે માંગણી કરી હતી. જો કે એ નિર્ણય લેવાનો અધિકાર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે સ્પીકર રાહુલ નાર્વેકરને ૩૧ ડિસેમ્બર સુધીમાં એ અંગેનો નિર્ણય જાહેર કરવાનો આદેશ કર્યો હતો.એ અવધિ બે વખત વધારવામાં આવી હતી. અને અંતે ૧૦ જાન્યુઆરી સુધીમાં નિર્ણય જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.


શિદે સરકારનું ગઠન ગેરકાયદે નિર્ણયોના આધારે થયું હતું
આ કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર તત્કાલીન રાજ્યપાલ કોશીયારી ની ભૂમિકાની આકરી ટીકા કરી હતી. અદાલતે કહ્યું હતું કે શિદે જૂથના ૨૪ ધારાસભ્યોને સરકારમાં અવિશ્વાસ છે તેવું સાબિત કરતો એક પણ પુરાવો રાજ્યપાલ પાસે નહોતો. કોઈ પક્ષના ધારાસભ્યોને પક્ષના નેતૃત્વ સામે અસંતોષ કે નારાજગી હોય એટલે સરકારે બહુમતી ગુમાવી દીધી છે તેવું માની ન શકાય. એ સમયે વિધાનસભાનું સત્ર પણ ચાલુ નહોતું. ફ્લોર ટેસ્ટ કરવાનો રાજ્યપાલનો આદેશ બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત નહોતો. સર્વોચ્ચ અદાલતે વેબ તરીકે સિધે જૂથના ભરત ગોગેવાલ ની નિમણુકને પણ ગેરકાયદે ઠરાવી હતી અને એ નિમણૂકને માન્યતા આપવાના મહારાષ્ટ વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયને પણ ગેરકાયદે ઠરાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તો ત્યાં સુધી કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું ના આપ્યું હોત તો તેમની સરકારનું પુન સ્થાપન પણ થઈ શક્યું હોત.


સ્પીકર અને શિદેની મુલાકાતે વિવાદ સર્જ્યો
૧૦ મી તારીખે ચુકાદો આપવાનો હતો તે પહેલા સાતમી તારીખે અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્યમંત્રી એકનાથ સિધ્ધિની મુલાકાત લેતા ભારે વિવાદ થયો હતો. ઉદ્ધવ ઠાકરે એ ‘ ખુદ ન્યાયાધીશે આરોપીની મુલાકાત લીધી ‘ તેવો કટાક્ષ કરી અધ્યક્ષ શ્રી નિષ્ઠા અને નિષ્પક્ષતા સામે સવાલ કર્યા હતા. એ બાબતે સુપ્રીમ કોર્ટને પણ જાણ કરવામાં આવી હતી. સંજય રાઉતે અધ્યક્ષ અને સરકાર વચ્ચે મેચ ફિક્સિગ થઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદીની વાઇબ્રન્ટ ગેરેન્ટી સપના તમે જુઓ, પૂરા હું કરીશ…

Next

સજાતીય સંબંધ ધાવતી બહેન અને સહેલીને ભાઈએ ધોકાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં 646 પ્રાચીન ગરબી-32 અર્વાચીન રાસોત્સવઃ 12ના ટકોરે બંધ કરાવાશે : 1000થી વધુ પોલીસ-હોમગાર્ડ SRPનો બંદોબસ્ત રખાશે તૈનાત
2 મિનિટutes પહેલા
રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો
17 મિનિટutes પહેલા
પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
34 મિનિટutes પહેલા
PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2505 Posts

Related Posts

ભારતે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવું જ પડશે: મોહમ્મદ યુનુસ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Mardaani 3 : ખાખી વર્દી પહેરીને ફરી દમદાર અંદાજમાં જોવા મળશે રાની મુખર્જી, મર્દાની-3ની જાહેરાત ; જાણો ક્યારે થશે રીલીઝ
Entertainment
9 મહિના પહેલા
એક રાતમાં 107 એર સ્ટ્રાઈક વધુ 300 લોકોના મોત થયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજસ્થાનમાં પત્નીએ પતિની હત્યા કરી લાશ દાટી દીધી, પત્નીએ પ્રેમી અને અન્ય સાથે મળીને પાપ આચર્યું : પોલીસે પત્નીને પકડી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર