સીપીઆઈએમના વરિષ્ઠ નેતા કોમરેડ સીતારામ યેચુરીનું નિધન
સીપીઆઈએમના ના મહાસચિવ સીતારામ યેચુરીનું દિલ્હી એઇમ્સમાં ગુરુવારે નિધન થયું હતું. તેમની ઉંમર 72 વર્ષની હતી. તેઓ થોડા દિવસોથી એઇમ્સમાં દાખલ હતા. યેચુરી તીવ્ર શ્વસન ચેપથી પીડિત હતા. આ કારણે તેમને ન્યુમોનિયા થયો હતો. યેચુરીના પરિવારે બોડી રિસર્ચ માટે એમસને ડોનેટ કરી છે.
યેચુરીને તાવની ફરિયાદ બાદ 19 ઓગસ્ટે એઇમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત કેટલાક દિવસોથી નાજુક હતી. ન્યુમોનિયાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ એમના નિધન અંગે ઘેરા આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.
સીતારામ યેચુરીનો જન્મ 1952માં મદ્રાસ (ચેન્નઈ)માં તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એન્જિનિયર હતા. માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી એમએ કર્યું. યેચુરીની પત્નીનું નામ સીમા છે. તેમના પુત્ર આશિષનું 2021માં અવસાન થયું હતું. પુત્રી અખિલા એડિનબર્ગ અને સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં ભણાવે છે.