સિંઘમ 3માં સલમાન ખાન અને પ્રભાસની એન્ટ્રી..એવેન્જર્સ જેવી હશે ફિલ્મ, આ તારીખે ટ્રેલર થશે રીલીઝ
સિંઘમ 3 રીલીઝ થયા પહેલા જ ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે 1 નવેમ્બર થયેટરમાં રીલીઝ થશે. આ ફિલ્મમાં નવા ચહેરાઓ સામે આવ્યા છે. હવે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફિલ્મમાં સલમાન ખાનનો સ્પેશિયલ રોલ કન્ફર્મ થયો છે. તે ચુલબુલ પાંડે તરીકે આવશે. જ્યારે પ્રભાસ પણ આ ફિલ્મમાં જોવા મળશે તેમજ આ ફિલ્મના ટ્રેલર રિલીઝ ડેટ પણ આવી ગઈ છે.
‘સિંઘમ ફ્રેન્ચાઈઝી’ની આ ત્રીજી ફિલ્મ અને રોહિત શેટ્ટીની ‘કોપ યુનિવર્સ’ની પાંચમી ફિલ્મમાં ઘણું બધું થવાનું છે. ‘પિંકવિલા’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સ આ ફિલ્મને હોલીવુડની ‘એવેન્જર્સ’ જેવી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. જે રીતે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ‘એવેન્જર્સ’માં અલગ-અલગ સુપરહીરો એકસાથે આવ્યા હતા, તેવી જ રીતે ‘કોપ યુનિવર્સ’ના હીરો અજય દેવગન સ્ટારર ‘સિંઘમ અગેન’માં પોતાનો જાદુ દેખાડવા આવી રહ્યા છે.
ચુલબુલ પાંડેના રોલમાં આવશે સલમાન ખાન
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં સલમાન અજય દેવગન સાથે પોલીસ અવતારમાં જોવા મળ્યો હતો. હવે ‘ટાઈમ્સ નાઉ’ના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘સલમાન ખાન ખરેખર ‘દબંગ’ના તેના પ્રખ્યાત પાત્ર ચુલબુલ પાંડે તરીકે ફિલ્મમાં એક ખાસ કેમિયો કરી રહ્યો છે. રોહિત શેટ્ટીએ સલમાન ખાનને મનાવી લીધો. સુપરસ્ટારે પણ કોઈ સવાલ પૂછ્યા વગર તરત જ શૂટિંગ શરૂ કરી દીધું હતું.
‘સિંઘમ અગેઇન’માં પણ પ્રભાસ પણ જોવા મળશે
આ સાથે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રભાસ રોહિત શેટ્ટીની ‘કોપ યુનિવર્સ’માં જોવા મળશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જ્યાં સુધી સલમાનની વાત છે, રોહિત શેટ્ટી લાંબા સમયથી ‘દબંગ’ને તેના કોપ યુનિવર્સનો ભાગ બનાવવા માંગતો હતો. સલમાન પણ આને લઈને ઉત્સાહિત છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બંનેએ ‘બિગ બોસ’ના મંચ પર પણ આ અંગે સંકેત આપ્યા હતા.
‘સિંઘમ અગેન’નું ટ્રેલર ક્યારે આવશે ?
દેખીતી રીતે, આ એવા સમાચાર છે જેણે ‘સિંઘમ અગેન’ને લઈને ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે મેકર્સ આવતા મહિને બીજી કે ત્રીજી ઓક્ટોબરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે. બરાબર એક મહિના પછી, તે 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મલ્ટી કેરેક્ટર આ ફિલ્મમાં જોવા મળશે
અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’માં સ્ટાર્સની મોટી ફોજ છે. તેમાં કરીના કપૂર, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, જેકી શ્રોફ અને શ્વેતા તિવારી પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને ‘એવેન્જર્સ’ની તર્જ પર મલ્ટી કેરેક્ટર ક્રોસઓવર બનાવવામાં આવી છે. ફિલ્મના દરેક પાત્ર કોઈને કોઈ કારણસર વાર્તાનો એક ભાગ છે. રોહિત અને તેની લેખકોની ટીમે સિમ્બા, સૂર્યવંશી, લેડી સિંઘમ અને સત્યાને સિંઘમની દુનિયા અને તેની આસપાસના વાતાવરણમાં એકસાથે જોડતી વાર્તાની રચના કરી છે.