વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો
7 અધિકારી સહિત જિલ્લા પંચાયતના 80 કર્મચારી ફરજ પર મુકાયા: જિલ્લામાંથી આવતી બસ ક્યારે નીકળી?, ક્યાં પાર્કિંગ કર્યું સહિતની વિગતો મેળવાશે: તાલુકા દીઠ ત્રણ-ત્રણ કર્મચારીને ફરજ સોંપાઈ
રાજકોટમાં આજે વડાપ્રધાન વિકર્સ કાર્યોના લોકાર્પણ માટે આવી રહ્યા છે અને જંગી જાહેરસભાને સંબોધવાના છે ત્યારે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. સાથે જિલ્લા પંચાયત તંત્ર પણ કામે લગી ગયું છે. વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા પંચાયતમાં પણ કંટ્રોલ રમ ઉભો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં એઇમ્સ સહિતના કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ માટે આવી રહ્યા છે. તેઓ જૂના એરપોરથી રેસકોર્સ સુધી રોડ-શો યોજાશે. જ્યારે રેસકોર્સમાં જાહેરસભાને સંબોધન કરશે. તે માટે જિલ્લાભરમાંથી લોકો જાહેરસભામાં પહોંચશે. તેને લઈને જિલ્લા પંચાયત દ્વારા એક કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા પંચાયતના 7 અધિકારીઓ કે જેમાં પ્રાંત અધિકારી, આસીડીએસ, 2 મામલતદાર સહિતના અધિકારી અને 80 જેટલા કર્મચારીઓ પીએમના કાર્યક્રમમાં ફરજ ઉપર છે.
જિલ્લામાંથી બસમાં લોકોને રાજકોટ લાવવામાં આવશે ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા આ બસો ક્યારે નીકળી?, ક્યા પહોંચી?, બસમાં કેટલા લોકો છે?, પાર્કિંગ ક્યાં કર્યું? પરત જે-તે સ્થળે ક્યારે પહોંચી વગેરે જેવી માહિતી મેળવાશે. આ ઉપરાંત એક તાલુકા દીઠ ત્રણ-ત્રણ કર્મચારીને મૂકવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, ખેતીવાડી, સિંચાઇ સહિતના વિભાગના કર્મચારીઓ હાલ પીએમના આગમનને લઈને જુદી-જુદી ફરજ પર મૂકવામાં આવ્યા છે.