રાજકોટ જિલ્લાની બેંકોમાં રૂ.139 કરોડ ખાતેદારને યાદ નથી! તમામ બેંકો ગ્રાહકોને શોધી રકમ પરત આપશે
રાજકોટ જિલ્લાની વિવિધ બેંકોમાં રૂા. 139 કરોડ એવી રકમ પડી છે કે ખાતેદારોને યાદ નથી, આથી તમામ બેંકો ગ્રાહકોને શોધી આ રકમ પરત આપશે, રવિવારે લીડ બેંકની આગેવાની હેડળ તમારી મૂડી તમારા અધિકારો’ પર નાણાકીય જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું છે. લીડ બેંકના ફાઈનાન્સીયલ લીટરેસી કાઉન્સેલર સંજય મહેતા અને એસબીઆઈના દિપક કુમારે “વોઇસ ઓફ ડે”ની મુલાકાતમાં આ કેમ્પ વિશે છણાવટપૂર્વક માહિતી દર્શાવી હતી.
લીડ બેંક રાજકોટની આગેવાની હેઠળ તમારી મૂડી તમારા અધિકારો’ વિષયક નાણાકીય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તા. 14 નવેમ્બર-2025ના રોજ સવારે 9 વાગ્યે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન હોલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે યોજાશે.
રાજકોટ જિલ્લામાં તમામ બેંકો, એલઆઇસી તથા વિવિધ નાણાકીય સંસ્થાઓ ભાગ લેશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ છે નાગરિકોએ તેમની જૂની, નિષ્ક્રિય અથવા ભુલી ગયેલી થાપણો (Unclaimed Deposits) વિશે જાગૃત કરવો અને તે રકમ શોધવામાં સહાયરૂપ થવો. ભારતીય રીઝર્વ બેંક (RBI)ના માર્ગદર્શન હેઠળ UDGAM Portal (http://udgam. rbi.org.in) વિશે માર્ગદર્શન આપવામાં આવશે, જેથી લોકો પોતાનું ભૂલાયેલું નાણાં શોધી શકે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ ત્રાવળિયા, જયેશભાઈ રાદડીયા, ગીતાબા જાડેજા, મહેન્દ્રભાઈ પાડલીયા ઉપસ્થિત રહેશે. લીડ (Lead District Manager\, Rajkot)ની આગેવાનીમાં રાજકોટની વિવિધ બેંકોના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્મની રૂપરેખા, સ્ટોલ વ્યવસ્થા તથા જનજાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં સંજય મહેતા (Finacial Literacy Counsellor-FLC Lead Bank Rajkot), દિપકકુમાર (SBI), સુરેકકુમાર મીના (IOB), સુનિલ શાહ (UCO Bank), નિરજ તોમર (UBI), હાર્દિક પારેખ (DBS Bank), સતિષ પાડાવે (BIO), નીતિન લાડીયા (Indian Bank), કેવલ મોદી (DCB Bank), મનોજકુમાર (BOB), રાહુલ મિશ્રા (PNB) હાજર રહ્યા હતા.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દરેક બેંક પોતાના ગ્રાહકો સુધી ભૂલાયેલી થાપણ (Unclaimed Deposit) अंगे माहिती પહોંચાડશે અને ગ્રાહકોને UDGAM Portal મારફતે સહાય આપશે. લલીડ બેંક રાજકોટ તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ આ જાગૃતિ અભિયાનમાં ભાગ લઈ પોતાના અધિકારો અંગે જાગૃત બને અને ભૂલાયેલી મૂડી પાછી મેળવવામાં આગળ આવે તેવી અપીલ કરી હતી.
