ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજૂર
શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી પુષ્કરધામ સોસાયટી નજીકથી ૨૧.૫૩ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીને અદાલતે જામીનમુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ, ગત તારીખ ૦૮/૦૧/૨૦૨૪ ના રોજ એસઓજીના સ્ટાફ મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પુષ્કરધામ સોસાયટી નજીક વોચમાં ઊભો હતો તે દરમિયાન એક્સેસ મોટરસાયકલ માં નીકળેલા શખસને ઉભો રાખતા તેણે ભાગવાનો પ્રયાસ કરતા આગળ જતા જ બાઈક સ્લીપ ખાઈ ગયું હતું.પોલીસે આ શખસને નામ પૂછતા તેણે દશરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા હોવાનું જણાવ્યું હતું જે બાદ આરોપીની ઝડતી કરતા તેની પાસેથી ૨૧.૫૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું આવેલ જેથી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતો.
પોલીસે પુરતા પુરાવા મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હોય જે બાદ આરોપીએ જામીન અરજી દાખલ કરી હતી. આ અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂ કરેલા વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈને અદાલતે આરોપી દશરથસિંહ જાડેજાને જામીનમુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ સાહિસ્તાબેન ખોખર, રણજીત પટગીર,દયા છાયાણી, નિમેષ જાદવ તેમજ આસિસ્ટન્ટ તરીકે શ્રદ્ધા ખખ્ખર રોકાયેલ હતા