રાજકોટ : રૈયાધારમાં દંપતીના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો
શહેરમાં રૈયાધારમાં રહેતા દંપતીના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા પિતા અને બંને પુત્રીઓ પર હુમલો કરવામા આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો.
માહિતી મુજબ ધોરાજીના આનંદનગર સોસાયટીમા રહેતા તેજલબેન આકાશભાઇ વાઘેલા નામની પરણીતાએ પોતાની ફરીયાદમાં આરોપીમાં સાગર રાજુ સુરેલા, રાજુ મફા સુરેલા અને કિશોર રાજુનું નામ આપતા જણાવ્યુ હતુ કે,તેમના કાકા વિરમભાઇની દિકરી સોનલના લગ્ન રૈયાધાર રહેતા સાગર સુરેલા સાથે થયા હતા. સોનલબેન છેલ્લા એકાદ વર્ષથી રીસામણે આવેલા હોય તેમજ તેમના પતિ છુટાછેડા લેવાનુ કહેતા હોય પરંતુ સોનલને સંતાનમા એક દિકરો હોય જેથી તેમણે છુટાછેડા લેવાની ના પાડી દીધી હતી આ બાબતે સોનલબેનનુ સમાધાન કરવા માટે ધોરાજીથી રાજકોટ આવ્યા હતા.ઝગડો કરી તેમના પર હુમલો કરતા તેજલબેનના પિતા માલાભાઇ અને બંને બહેનો સોનલ અને લક્ષ્મીબેનને ઇજા પહોંચી હતી.જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.