રાજકોટવાસીઓની ઊંચી પસંદ : રૂ.1200 કિલો ‘મેડઝોલ’ ખજૂર ખવાઇ છે !! 1000 ટનનું વેચાણ
- હોળી-ધુળેટી અને રમજાનમાં સ્વાસ્થ્યવર્ધક ખજૂર,ધાણી અને દાળિયાની ખરીદી
- દર વર્ષ કરતાં 10 ટકા માંગ ઘટી,દેશી-ઈરાની- અજવા,નૂર,બરહી સહિત ખજૂરની અનેક વેરાયટી
હોળી-ધૂળેટીના તહેવાર પણ છેલ્લી ઘડીએ ખજૂર, ધાણી અને દાળિયાની ખરીદી નીકળી છે.રમઝાન માસ પણ ચાલી રહ્યો હોય ખજૂરની માંગ સારી છે. આ તહેવારમાં રાજકોટમાં 1000 ટનથી વધુ ખજૂરના વેચાણનો અંદાજ છે.
રાજકોટમાં દેશી અને ઈરાની ખજૂરની માંગ રહે છે જેમાં ખજૂરમાં પણ અલગ અલગ પ્રકાર છે. 65 રૂપિયે કિલોથી લઈ ₹1200 કિલો સુધીની બજારમાં ઉપલબ્ધ છે.ખજૂરની અવનવીજાતમાંદેશી,કિમીયા,ઈરાની,અજવા,નૂર,બરહી,હૈયાની અને મેડઝોલ વગેરે ખજૂર માર્કેટમાં મળે છે.જેમાં 65 રૂ.કિલોથી શરૂ થઈને ₹ 1200 રૂપિયા કિલોની ખજૂર રાજકોટમાં ખવાય છે.આ ઉપરાંત અઢીસો રૂપિયાની કિલો કિમીયા ખજૂરની માંગ વધુ રહે છે.
દાણાપીઠના વેપારી નલીનભાઈના જણાવ્યા અનુસાર, હોળી ધુળેટી અને મુસ્લિમોના પવિત્ર રમજાન દરમિયાન ખજુર ની માંગ વધુ રહે છે આ ઉપરાંત હોળીના તહેવારમાં ધાણી,દાળિયા ઉપરાંત પોપકોર્ન માટેની માંગ પણ છે. દર વરસ કરતા આ વર્ષે 10% માંગ ઓછી છે. આ વર્ષે ઈરાનથી એક્સપોર્ટ ઓછું થયું છે જેના લીધે ઈરાની ખજૂર ના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે.
આ તહેવારો દરમિયાન રાજકોટમાં 1000 ટન જેટલો ખજૂર વેચાય જશે.જો કે ગરમી પણ શરૂ થઈ ગઈ હોવાથી દર વર્ષ જેટલી માંગ નહિ રહે.
રોઝેદારો કિમીયા અને મેકઝોલ ખજુર ખાય છે
250 રૂ કિલો અને 1200 રૂ.કિલો આવતી ખજૂર રોજુ રાખતાં રોઝેદારો વધુ વપરાશમાં લે છે.જો કે અમદાવાદમાં તો 5000 ની કિલો ખજૂર પણ આવે છે.મેકઝોલ ખજુર દુબઇ અને સાઉદી અરેબિયાની આવતી ખજૂરથી તેની સાઈઝ મોટી હોય છે અને સુગર ફ્રી હોવાથી હેલ્થ કોન્સયીન્સ લોકો આ ખજૂરની પસંદગી કરે છે.
આ વર્ષે પોપકોર્નની ડિમાન્ડ વધી
આ વખતે ધાણી, દાળિયામાં 10 ટકા માંગમાં ઘટાડો આવ્યો છે,જો કે તેની સામે પોપકોર્નની ખરીદી વધુ છે.ગોંડલ ધાણીનું મુખ્ય પીઠું ગણાય છે.સ્વાસ્થ્યવર્ધક ઘાણી અને દાળિયા કફ,શરદી માટે શ્રેષ્ઠ ગણાય છે તો જુવારને ફોડીને થતી ઘાણી ઉપરાંત ઓરિસ્સાની ઘાણી રાજકોટમાં વેચાય છે.આ તહેવાર દરમિયાન 30 ટનથી વધુ ઘાણી વેચાશે.